અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ માં અંબાના પવિત્ર ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે. લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરીને અંબા ધામે પહોંચે છે ત્યારે સમગ્ર વિસ્તાર “જય અંબે”ના જયઘોષથી ગુંજી ઉઠે છે.
આ શ્રદ્ધાભર્યા મેળામાં સૌથી મોટો સેવા કેમ્પ સ્થાપિત કરવાનો શ્રેય દર વર્ષની માફક આ વર્ષે પણ પી.એન. માળી ફાઉન્ડેશનને મળ્યો છે. આ કેમ્પ તારીખ 02/09/2025 થી 06/09/2025 સુધી ચાલશે. હાલ ધોરી ગામ જોડે વિશાળ મંડપની કામગીરી પૂરઝડપે ચાલુ છે જેથી ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને સુવિધાઓ સુચારૂ રૂપે મળી રહે.
લાખો ભક્તો માટે મફત જમણવાર – રોજ હજારો ભક્તોને તાજું અને પૌષ્ટિક ભોજન.
મેડિકલ સુવિધાઓ – તબીબી નિષ્ણાતોની ટીમ, દવાઓ, પ્રાથમિક સારવારથી લઈને ઈમરજન્સી સેવા સુધી.
શુદ્ધ પીવાનું પાણી, આરામ માટે ટેન્ટ – લાંબી યાત્રાથી થાકેલા ભક્તોને આરામ મળે તે માટે વિશાળ મંડપ અને બેઠક વ્યવસ્થા.
સેવાભાવી કાર્યકરોની મોટી ટીમ – 24 કલાક તૈનાત રહી ભક્તોને સહાયરૂપ.
પી.એન. માળી ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી આ મેળામાં સૌથી મોટો સેવા કેમ્પ ગોઠવવાની પરંપરા જાળવી રાખી છે. ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટેની તેમની દ્રઢ ભાવના અને વ્યવસ્થાપનક્ષમતા કાબિલેદાદ છે.
ભક્તો તેમના વિશે હંમેશાં પ્રશંસા થી કહે છે કે “માં અંબાના આશીર્વાદથી પી.એન. માળી ફાઉન્ડેશનના કેમ્પમાં ભોજન, પાણી કે આરોગ્યની કોઈ ચિંતા રહેતી નથી, એ ખરેખર માતાજીની કૃપા સમાન છે.”
સામાન્ય ભક્તોની જરૂરિયાતો સમજીને તેમને યોગ્ય સેવા પૂરી પાડવી એ કાર્ય પી.એન. માળી ફાઉન્ડેશન દર વર્ષે નિષ્ઠાપૂર્વક કરે છે. માત્ર અંબા ધામમાં જ નહીં પરંતુ સમાજના અનેક ક્ષેત્રોમાં ફાઉન્ડેશનની સેવાઓ પ્રેરણારૂપ બની રહી છે.
ભાદરવી પૂનમનો આ મહામેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સેવાકાર્યનું જીવંત પ્રતિક પણ બની રહ્યો છે. તેમાં પી.એન. માળી ફાઉન્ડેશનનો વિશાળ સેવા કેમ્પ ભક્તિ અને સેવાનો સાચો સંગમ બની રહેવાનો છે.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર


