આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિન શનિશ્ર્ચરી અમાસની તિથિ ડભોઇ તાલુકાના નર્મદા કિનારાના તીર્થક્ષેત્ર ચાંદોદ-કરનાળી ખાતે શ્રદ્ધાળુઓ ઉમટ્યા પવિત્ર નર્મદા સ્નાનનો લાભ લઇ કુબેરછ દાદા ના દર્શનનો લાભ લીધો ગત રાત્રી થી જ કુબેર દાદા ના દર્શન અર્થે જામી હતી
આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિન શનિશ્ર્ચરી અમાસની તિથિને અનુલક્ષી તીર્થક્ષેત્ર ચાંદોદ-કરનાળી ખાતે નર્મદા સ્નાન વિધિ વિધાન અને દેવ દર્શન અર્થે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ શનિશ્ર્ચરી અમાસ ની પાવનકારી તિથિ ને લઈ તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે
દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્જીનાજીના પવિત્ર જળમાં ડુબકી લગાવી પિતૃ ઋણ અદા કરવાપોતાનાતીર્થગોરપાસેપિંડદાન,તર્પણ,શ્રાદ્ધ વિધિ જેવા પિતૃ કાર્યોમાં જોડાયા છે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થતી હોય કરનાળી ક્ષેત્રના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે પણ ગત રાત્રી થી જ કુબેર દાદા ના દર્શન અર્થે લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે શિવભક્તો જોડાયા છે અને “જય કુબેર” ના જયકારા સાથે કુબેર દાદા ના દર્શનનો લાભ લઇ રહ્યા છે મંદિરના ગર્ભગૃહને આજે સફરજન ના ફળ થી સુશોભિત કરાયું હોય અનેરા આકર્ષણ સાથે શ્રદ્ધા જગાવી રહ્યું છેજીવનમાં સુખ શાંતિ પ્રદાન કરવા ભક્તો કુબેર દાદા ને કરી પ્રાર્થના કરી રહ્યા છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



