ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો આતંક આજ વહેલી સવારે મહુડી ભાગોળ વિસ્તારમાં બે ગાય તોફાને ચડી હતી મુખ્ય માર્ગ પર થી જતા બાઈક અને ઓટોરિક્ષા પાછળ દોડી તેને નુકસાન પહોંચાડતી હતી અને બાઈક ચાલો કોને નીચે ફેકી અને ગંભીરી જવાબ પહોંચાડતી હતી
ડભોઇ નગર ના મુખ્ય માર્ગો પર રખડતા પશુનો આતંક યથાવત અવારનવાર વાહન ચાલકો પર ગાય અને આખલા કરે છે હુમલો આજે પણ ડભોઇ ના મહુડી ભાગોળ વિસ્તારમાં રખડતા પશુએ ધમાલ મચાવી રીક્ષા અને બાઈક ને નિશાન બનાવી પાછળ મૂકી દોટવિસ્તારમાં દોડધામ મચી બાઈક પાછળ ગાયે દોડીને કર્યો હુમલો, સદનસીબે બાઈક પર સવાર ત્રણનો આબાદ બચાવ
મહુડી ભાગોળ વિસ્તારમાં સવારથી જ ગાય આખલાએ આતંક મચાવી ને લોકો પર કરી રહ્યા છે હુમલા નગરપાલિકા તંત્ર રખડતા ઢોર ના નિયંત્રણ માટે પગલાં ભરે તે જરૂરી છે… આજે પશુના કારણે ભોગ બનનાર 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી જે પૈકી રાજુભાઈ વિઠ્ઠલભાઈ પાટણવાડીયા રમીલાબેન રાજુભાઈ પાટણવાડીયા સુરેશભાઈ નગીનભાઈ પટેલ સાજીદ ભાઈ મન્સૂરી ફિરોજભાઈ ગરાસીયા સુખાભાઈ તડવીમીનાબેન તડવી સુખી ભાઈ વસાવા
સલીમભાઈ પઠાણ લાલાભાઇ રાઠવા વિગેરેનાઓને રખડતી ઢોરે આતંક મચાવ્યો હતો
10 લોકોને સામાન્ય ઈજા પહોંચાડી હતી અને બાઈક અને રિક્ષાઓને નુકસાન કર્યું હતું બે કલાક તોફાને ચઢેલી ગાય આતંક મચાવ્યો હતો રખડતી ગાયો થી લોકો થઈ ગયા છે પરેશાન ડભોઇ નગરપાલિકા રખડતા ઢોરોને પાંજરે પુરાઇ પકડવાનો કોઈ ચોક્કસ પ્લાન બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ




