મેષ : આપની મહેનત-બુધ્ધિ અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપના ચિંતા-પરેશાની ઓછા થાય.
વૃષભ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંત રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.
મિથુન : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં સગા સંબંધીના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આનંદ જણાય.
કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ ખરીદી જણાય.
સિંહ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. મુલાકાત થાય.
કન્યા : આપે આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં દોડધામ શ્રમમાં ઘટાડો જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર મિત્ર વર્ગ સગા સંબંધી વર્ગના કામકાજ અંતે દોડધામ શ્રમ જણાય. ખર્ચ જણાય.
ધન : જૂના મિત્ર, સ્વજન-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાતથી આપને આનંદ રહે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક વાદ-વિવાદથી સંભાળવું.
કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામકાજ થઇ શકે.
મીન : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.


