દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 18થી 21 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1165329.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.121709.28 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1043611.59 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23198 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.12816.27 કરોડનું થયું હતું.
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.86903.48 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.99960ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.100086 અને નીચામાં રૂ.98516ના મથાળે અથડાઈ, રૂ.99838ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.403 ઘટી રૂ.99435ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.377 ઘટી રૂ.79588ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.67 ઘટી સપ્તાહના અંતે રૂ.9954ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.327 ઘટી રૂ.99035 થયો હતો. ગોલ્ડ-ટેન ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.99580ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.99710 અને નીચામાં રૂ.98380ના મથાળે અથડાઈ, રૂ.99495ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.281 ઘટી રૂ.99214 થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.113951ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.114348 અને નીચામાં રૂ.110281ના સ્તરને સ્પર્શી, રૂ.113943ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.237 ઘટી રૂ.113706ના સ્તરે બંધ થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.292 ઘટી રૂ.113408ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.295 ઘટી સપ્તાહના અંતે રૂ.113392 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.9012.10 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ નિકલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.1340ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1340 અને નીચામાં રૂ.1310.10ના મથાળે અથડાઇ, રૂ.1350ના આગલા બંધ સામે રૂ.29.20 ઘટી રૂ.1320.80ના ભાવે બંધ થયો હતો. તાંબું ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.10.1 ઘટી રૂ.877.3ના સ્તરે બંધ થયો હતો. જસત ઓગસ્ટ વાયદો રૂ.5.6 ઘટી સપ્તાહના અંતે રૂ.265.05ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે રૂ.4.65 ઘટી રૂ.250.25ના ભાવે બંધ થયો હતો. સીસું ઓગસ્ટ વાયદો 85 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ.179.35ના ભાવે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.25735.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4420ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4420 અને નીચામાં રૂ.4198ના સ્તરને સ્પર્શી, રૂ.181 ઘટી રૂ.4242ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5481ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5568 અને નીચામાં રૂ.5391ના સ્તરને સ્પર્શી, રૂ.5537ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.26 વધી રૂ.5563ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.25 વધી રૂ.5563 થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયુદીઠ 30 પૈસા ઘટી સપ્તાહના અંતે રૂ.248 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો સપ્તાહના અંતે 30 પૈસા ઘટી રૂ.248ના સ્તરે બંધ થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.997ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.49.5 ઘટી રૂ.949.7 થયો હતો. એલચી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2550ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.66 વધી રૂ.2656 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.44632.29 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.42271.19 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.5586.95 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1384.22 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.140.71 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.1891.66 કરોડનાં કામકાજ થયાં હતાં. નિકલના વાયદામાં રૂ.8.55 કરોડનાં 259 લોટનાં કામકાજ થયાં હતાં.
ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.125.79 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.5737.91 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.19871.37 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.54.14 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.4.49 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 13544 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 29217 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 4171 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 53482 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 5415 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 15072 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 19828 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 64784 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 669 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 13048 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22098 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 23290 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 23490 પોઇન્ટના સ્તર અને નીચામાં 22952 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 106 પોઇન્ટ ઘટી 23198 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.





