SURENDRANAGAR : હળવદમાં જન્માષ્ટમીની ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરૂ

0
252
meetarticle

શ્રાવણ માસની શરુઆત સાથે જ ધામક તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. દશામા અને જન્માષ્ટમીની ઉજવણી બાદ હળવદવાસીઓ ગણેશોત્સવ માટે થનગની રહ્યા છે. હળવદ શહેર તથા ગ્રામ્ય પંથકમાં નાના મોટા ગણેશ આયોજકોએ ગણપતિ સ્થાપના માટે મંડપ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. ભાવિકોમાં આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી મૂતઓની ડિમાન્ડ જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોેથી મુંબઈની જેમ હળવદમાં પણ ગણેશોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. પહેલાની સરખામણીમાં હળવદમાં ગણેશોત્સવની ભવ્યતા વધી રહી છે. હાલ હળવદમાં ૫૦થી ૭૦ જગ્યાએ ગણેશજીની મોટા પંડાલમાં સ્થાપના થાય છે તેના કારણે અનેક લોકોને રોજીરોટી મળી રહી છે. ગણેશોત્સવના કારણે ડેકોરેશનના બજારમાં તથા લાઈટીંગ બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગે હળવદમાં વરસાદની આગાહી કરી છે પરંતુ ગણેશ ભક્તોના ઉત્સાહમાં કોઈ ફેર પડયો નથી અને વરસાદમાં પણ મંડપ બનાવવાની કામગીરી ચાલુ રાખી છે.

હળવદની અનેકેની સંખ્યામાં રહેણાંક સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત અનેક મંડળો દ્વારા મોટા પંડાલમાં ગણેશજીની સ્થાપના માટે તૈયારી કરી દેવામાં આવી છે. આ તહેવાર માત્ર ધામક જ નહીં પરંતુ સામાજિક સમરસતાનું પ્રતિક બની ગયો રહ્યો છે. તા.૨૭મી ઓગષ્ટથી ગણેશોત્સવ શરૂ થશે જે તા.૬ સપ્ટેમ્બર વિસર્જન સાથે સમાપન થશે. જેના ભાગ રૂપે મૂત કલાકારો દ્વારા છેલ્લા છેલ્લા ચાર-પાંચ મહિનાથી મૂતઓનું નિર્માણ શરૂ કરવામાં આવ્યુ હતું. કારીગરો માટીની મૂતમાં અદભુત રંગરોગાન કરી પ્લાસ્ટર ઓફ પેરિસને હંફાવે તેવી આબેહૂબ મૂતઓ બનાવી થજ. ઈકોફ્રેન્ડલી મૂતને ગંગા નદીની માટીમાંથી બનાવવમાં આવે છે. આ મૂતનું વિસર્જન જે પાણીમાં કરો તેનાથી પર્યાવરણને કોઇ નુકસાન થતું નથી.

ગણેશ સ્થાપના માટે શુભ મુહૂર્ત

ઉદય તિથી અનુસાર તા.૨૭મીના રોજ ગણેશ ચતર્તી માનવામાં આવશે. તે દિવસે સવારે ૧૧.૦૫ વાગ્યાથી ૦૧.૪૦ વાચ્યા સુધી સ્થાપના માટેનો શુભ સમય રહેશે. તો ૧૦ દિવસ બાદ ૬ સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here