GUJARAT : સિધ્ધપુર તાલુકા સીરીયર સીટીઝન સંગઠનની૧૭ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

0
58
meetarticle

સિધ્ધપુર તાલુકા સીનીયર સીટી સંગઠનની૧૭ મી વાર્ષિક સાધારણ સભા તેમજ મે જૂન જુલાઈ દરમિયાન જેમનો જન્મદિવસ આવે છે તેવા ૬૦ જેટલા સભ્યોના સામુહિક જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ સિદ્ધપુર ખાતે લીમ્બચ માતાની વાડીમાં જગદીશભાઈ ગંગારામ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો.

આ પ્રસંગે શાલના દાતા ચંદ્રકાંતભાઈ નારાયણદાસ મોઢ તેમજ અતિથિ વિશેષ જે. ડી. પટેલ તેમજ અમૃત ભારથી સ્વામી ઉપસ્થિત રહ્યા. અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત ના રહી શકવાના કારણે સંગઠનના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કાર્યક્રમની સફળતા અને સભ્યોના જન્મદિવસની શુભેચ્છાઓ પત્ર મારફતે પાઠવી હતી.

સંગઠનના મંત્રી ભરતભાઇ ઠાકરે ગત વાર્ષિક સભાનું પ્રોસિડિંગ વંચાણમાં લીધું તેમજ ખજાનચી ધીરજકુમાર મોદીએ વર્ષ ૨૦૨૪-૨૫ ના વાર્ષિક હિસાબો વંચાણે લીધા જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા. પંચાલ પોપટલાલ ડોસાભાઈ, ગણપતભાઈ સુથાર, ડો . ડાહ્યાભાઈ પટેલ, ત્રિગુણાબેન દવે, વગેરેએ સંગઠનને મજબૂત કરવા અનુદાનની જાહેરાત કરી તે અનુસંધાને સંગઠનના પ્રમુખ નવીનચંદ્ર મોદીએ તેમના ઉદબોધન પ્રવચનમાં જણાવ્યું કે રૂપ, યુવાની અને લક્ષ્મી ચંચળ છે તેનું અભિમાન ક્યારેય કરવું નહીં પૈસો આજે છે કાલે નથી આથી સારી જગ્યાએ તેને વાપરવાનું લક્ષ બનાવવું જોઈએ. આજના કાર્યક્રમના દાતાઓ તેમજ આજે અનુદાન જાહેર કરનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો. નટવરભાઈ નાઈએ કાર્યક્રમ માટે સુંદર જગ્યાની વ્યવસ્થા પૂરી પાડી

નટુભાઈ દરજી, મફતલાલg પટેલ, દિનેશભાઈ નાઈ, શૈલેષભાઈ શાહ અને નરેન્દ્રભાઈ ઠાકર વિગેરેએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું સર્વેએ રાષ્ટ્ર ગાન બાદ મિષ્ઠ ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here