ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. એવામાં પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જોકે, આ હાલ, પાણીની આવકના કારણે પાનમ ડેમ હાઇ એલર્ટ મોડ પર છે.
પાનમ ડેમમાં પાણીની આવક
રાજ્યભરમાં ભારે વરસાદથી પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. પાનમ ડેમમાં 4050 પાણીની આવક થઈ છે. પાનમ ડેમની જળ સપાટી હાલ 126.60 મીટર પહોંચી છે. જ્યારે પાનમ ડેમનું રૂલ લેવલ 127.5 મીટર છે. 90.45 હાલ પાનમ ડેમ ભરાતા પાનમ ડેમને હાઇ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.
નદી કાંઠાના ગામોને સાવચેત કરાયા
નોંધનીય છે કે, પાનમ વિભાગ દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં આવતુ હોવાથી નદી કાંઠાના વિસ્તારના ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. આ સિવાય કોઈને નદી કાંઠે ન આવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી આગળ કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી નદીથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.


