GANDHINAGAR : પાટનગરમાં ૨, દહેગામમાં દોઢ ઇંચ અને અન્ય તાલુકામાં સામાન્ય વરસાદ

0
110
meetarticle

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદની અવિરત ગતિ હજુ પણ ચાલુ રહ્યું હોય તે પ્રકારે રવિવારે જિલ્લામાં વરસાદ પડયો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં ૨ ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે.દહેગામમાં દોઢ, ગાંધીનગરમાં એક, કલોલ અને માણસા તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.વરસાદના પગલે  શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથેસાથે સતત પડી રહેલા વરસાદથી ભુવા પડી રહ્યા છે.

 છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડી રહ્યો છે.તો દહેગામ,માણસા અને કલોલ તાલુકામાં વાતાવરણની અસરો અનુભવવા મળી હતી. જ્યારે ગાંધીનગર તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ વરસાદની અવિરત ગતિ રવિવારે ચાલુ રહી હતી.તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ જિલ્લાના તમામ તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તે પ્રકારે વરસાદ પડયો છે.

દહેગામ તાલુકામાં ૨૪ કલાક દરમિયાન દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.જ્યારે માણસા તાલુકામાં અડધા ઇંચથી વધુ અને ગાંધીનગર તાલુકામાં એક ઇંચ વરસાદ પડયો છે.વરસાદના પગલે રાજ્યના પાટનગરમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે.તો ભેજના પ્રમાણમાં વધારો નોંધાવા પામ્યો છે અને સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.વરસાદના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.તો ઘણી જગ્યાએ યોગ્ય પુરાણ નહીં કરવાના કારણે વરસાદી પાણી ભરાવાથી ભુવા પડી ગયા હતા. તો અવરજવર કરતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ વરસાદમાં અટવાઈ ગયા હતા.ત્યારે આ વાતાવરણની અસર જિલ્લામાં પણ અનુભવવા મળી હતી.તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા વધારાના પગલે ભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here