VADODARA : ડભોઇ મહુડી ભાગોળથી સુંદરકુવા સુધી પાણી અને ગટર લાઈનની ખોદકામ થતાં રીક્ષા ફસાઈ જતા હાલાકી

0
134
meetarticle

ડભોઇ મહુડી ભાગોળ થી સુંદરકુવા સુધી પાણી અને ગટર લાઈનની ખોદકામ કરવામાં આવ્યું છે છેલ્લા એક અઠવાડિયાથી કામ ચાલી રહ્યું છે જેના કારણે વિસ્તારની પ્રજા ત્રાહીમામ પુકારી ઉઠી છે રોડ પરથી અવર-જવર કરતા લોકોને ફરી ફરીને જવું પડે છે મહુડી ભાગોળ રેલવે ફાટક ગાડી આવવાના સમયે ગેટ બંધ કરવામાં આવે છે

લાંબો ટ્રાફિક જામ પણ થઈ જાય છે ડભોઇ નગરપાલિકાના ખોદકામ ચોમાસામાં જ કરવામાં આવે છે જેના કારણે વિસ્તારમાં રહેતા મહુડી ભાગોળ સુંદરકુવા શરબત કુવા માછીવાડ ખાડો અને રેલવે નવાપુરા લોકોને અવર-જવર કરવામાં તકલીફોનો સામનો કરવો પડે છે એક અઠવાડિયા થી મંનથરગતિથી કામ ચાલી રહ્યું છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હાલ પ્રજાને તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે આ રોડ ઉપરથી પસાર થતાં નાના-મોટા વાહનો રીક્ષા સહિતના ફસાઈ જતા હોય છે ડભોઇ નગરપાલિકાના જ્યારે કામ ચાલતું હોય છે ત્યારે કોઈ જોવા પણ આવતું નથી અધિકારીઓ જેના કારણે મન માની કોન્ટ્રાક્ટર કરતો હોય એવું લાગી રહ્યું છે આજ રોડ પર મદ્રાસા અને મંદિરો પણ શાળાઓ પણ આવેલી છે જેને લઈને બાળકોને અવર-જવર કરવામાં પણ તકલીફો નો સામનો કરવો પડે છે જો ખાડામાં કોઈક નાનું બાળક પડશે તો જવાબદાર કોણ આ રોડ ઉપર રિક્ષા બાઈકો જેવાં વાહનો પણ ખાડામાં ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે તે મોટો સવાલ છે… ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્ર જાગે અને વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા માટે વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે…

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here