દ્વાપર યુગમાં ધર્મની સ્થાપના માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ વદ અષ્ટમીના રોજ અવતાર ધારણ કરે છે. સમાજમાં ફેલાયેલા અધર્મ, અન્યાયનો સફાયો કરીને ધર્મની સ્થાપના કરે છે. તે જ રીતે કળિયુગમાં પણ ધર્મ, રાષ્ટ્રની રક્ષા માટે કલ્કી અવાતર માટે હજી સમય આવ્યો નથી ત્યારે संघोशक्ति कलयुगे અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પ.પૂ. ગુરુજી અને પૂજ્ય સંતોના આશીર્વાદથી વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964માં જન્માષ્ટમીના દિવસે કરવામાં આવી હતી.
61 વર્ષના કાર્યકાળમાં વિશ્વ હિન્દુ પરિષદે ભારત અને સનાતનના આત્મા સ્વરૂપ ભગવાન શ્રી રામ લલ્લાના જન્મસ્થળે ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું. લાખો બહેન-દીકરીઓને લવજેહાદના ષડયંત્રોમાંથી બચાવી, લાખો ગૌ માતાને કસાઈના હાથેથી મુક્ત કરાવી, ષડયંત્રોથી ધર્મ પરિવર્તન પામેલા લાખો પરિવારોને સ્વધર્મમાં લાવવાનું, પરિવર્તન થતું અટકાવવાના જેવા અનેક સંઘર્ષના કામો અવિરત થઈ રહ્યા છે. આ ઉપરાંત સેવા, સુરક્ષા અને સંસ્કાર થકી લાખો બાળકો, યુવાનો અને યુવતીઓને માનસિક, બૌદ્ધિક અને શારીરિક રીતે મજબૂત કરવાનું કામ થઈ રહ્યું છે. વિવિધ આયોમો બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, ધર્મ પ્રસાર, સેવા વિભાગ, સત્સંગ, એકલ વિદ્યાલય, મઠ મંદિર સંપર્ક, ધર્માંચાર્ય સંપર્ક જેવા અનેક આયામો સાથે સતત ધર્મની સેવા અને સુરક્ષામાં કાર્યરત છે. વિશ્વ હિન્દૂ પરિષદની સ્થાપના અને તેના કાર્યોની સમજ ઉતર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક ભાવિનભાઈ પુરોહિત દ્વારા આપવામાં આવી હતી, જિલ્લા બજરંગદળ સંયોજક સંજયભાઈ ભોઈ, વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષ નરેન્દ્રસિંહ રમલાવત, સહ મંત્રી મુકેશભાઈ પટેલ, બજરંગ દળ પ્રખંડ સંયોજક ભાર્ગવભાઈ બારોટ, તાલુકા સદસ્ય લાલાભાઈ પટેલ ભરતભાઈ ભોઈ સંઘ અને બજરંગ દળ ના કાર્યકરો, બહેનો બહોળી સંખ્યા માં ઉપસ્થિતિ રહ્યા હતા
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર


