RAJPIPALA : કરજણ ડેમના 3 ગેટમાંથી પાણી છોડતા કરજણ નદી બે કાંઠે, કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા

0
141
meetarticle

નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે એજ ગુજરાત ની જીવાદોરી નર્મદા અને બીજો ભરૂચ નર્મદા ની જીવાદોરી કરજણ ડેમ આ કરજણ ડેમના ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે.

કરજણ ડેમની જળસપાટી 109.63 મીટર પર છે.જ્યારે ડેમનું રૂલ લેવલ 109. 830 મીટર પર પહોંચતા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 ગેટ ખોલી 13,236 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે.હાલ કરજણ જળાશય માં 362.78 MCM (મિલિયન ઘન મીટર )લાઇવ જથ્થો સંગ્રહિત છે. કરજણ ડેમ 71.79 ટકા જેટલો ભરાઈ ગયો છે.ઉપરવાસમાંથી 13,661 ક્યુસેક પાણી સતત ચાલુ છે. આમ.જેમ જેમ પાણી ની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે.

હાલ કરજણ ડેમના 3,5,અને 7 નંબર ના 1 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે. જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોઈ કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here