જેતપુર : નવાગઢ કડીયા પ્લોટમાં જુગાર રમતા ૬ શખ્સોને ઉદ્યોગનગર પોલીસે ઝડપી લીધા

0
43
meetarticle

જેતપુર નવાગઢ કડીયા પ્લોટ વિસ્તારમાં જુગારધારા ચાલતું હોય જેથી ઉદ્યોગ નગર પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા ૬ શખ્સોને રોકડ રૂપિયા ૨૧.૮૫૦ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દરોડાની વિગત મુજબ જેતપુર ઉદ્યોગ નગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના પોલીસ સ્ટાફ નાઈટ કોમ્બીગ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે જેતપુર નવાગઢ કડીયા પ્લોટ વિસ્તારમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા (૧) ઉમેશભાઇ ભીખાભાઇ બગડા, (૨) મનોજભાઇ પરસોત્તમભાઇ સોલંકી, (૩) અશોકભાઇ રવજીભાઇ બગડા, (૪) અશ્વીનભાઇ કારાભાઇ પરમાર, (૫) ભરતભાઇ માવજીભાઇ જાદવ, (૬) અશ્વીનભાઇ અજીતભાઇ બગડા, (રહે. બધા નવાગઢ)ને રોકડા રૂ.૨૧,૮૫૦/-સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં પીઆઈ એમ.એમ.ઠાકોર એએસઆઈ સંજયભાઈ પરમાર, હેડ.કોન્સ અજયભાઈ રાઠોડ, રીઝવાનભાઈ સિંજાત, હિતેશભાઈ વરૂ, વાસુદેવસિંહ જાડેજા, ચેતનભાઈ ઠાકોર રોકાયેલ હતા.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here