GUJARAT : ડાંગના બોરખલ ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો

0
53
meetarticle

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના બોરખલ ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોમ્યુનિટી રિસોર્શ પર્સન રમણભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી.

જેમાં તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતીથી મનુષ્ય અને જમીનના સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે વાકેફ કર્યા હતા. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. કૃષિ સખી ઉષાબેને પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં આવક ઓછી મળે છે પરંતુ ધીમે ધીમે ખર્ચમાં ઘટાડો થતા અને જમીન ફળદ્રુપ બનતા આવકમાં વધારો થાય છે એવુ સમજાવી તેમણે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી સંતોષકારક જવાબ આપ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here