VADODARA : ડભોઇ શહેરમાં આવેલી સરિતા નગર સોસાયટી ડભોઇ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને સદસ્યને ગટરની સમસ્યા રજુઆત કરી…..

0
164
meetarticle

ડભોઇ શહેરમાં આવેલી સરિતા નગર સોસાયટી ડભોઇ નગરપાલિકાના પ્રમુખ નો વિસ્તાર હોય ગટરની સમસ્યા કેટલાક સમયથી છે ડભોઇ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને સદસ્યને રજુઆત કરી ને થાકી ગયા છે હાલ ગણપતિ નો તહેવાર આવે છે ગણપતિ બાપા પણ ગટરના ગંદા પાણીમાંથી લઈને અમારે જવું પડશે એવો વારો આવ્યો છે ડભોઇ નગરન પાલિકાના પ્રમુખ ના વૉડમાં સરિતા સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા ઉકેલવામાં ડભોઇ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનો ઉકેલ આવતો નથી સોસાયટી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા ગટરના ગંદા પાણી ઘરના આંગણા સુધી આવી ચૂક્યા છે જેના કારણે રહીશો ને દુર્ગંધ અને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવી છે અને આ સોસાયટી ના લોકો ગટરના પાણીની દુર્ઘટના કારણે બીમાર પણ પડી ગયા હોવાનું જણાવતા હતા વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળવામાં પણ તકલીફ પડે છે .

ગંદા પાણીમાં ચાલવાથી રોગચારો પણ ફેલાવાની દેહશત છે હાલ ચોમાસાનો સમય છે એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે જ્યારે ડભોઇ નગરપાલિકાના પ્રમુખનો આ વિસ્તાર છે દર ચોમાસે ગટરની સમસ્યા નો સામનો સોસાયટી ગવિસ્તારના લોકો કરી રહ્યા છે ત્યારે સત્તાધીશો તેનું નિરાકરણ લાવશે કે પછી આવી જ લોલમ લોલ ચાલતી રહેશે શું કોઈ મોટો રોગચાળો આ વિસ્તારમાં ફેલાશે ત્યારે ડભોઇ નગરપાલિકાનું તંત્ર જાગશે… મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે નગરપાલિકા ચૂંટણી દરમિયાન ભાજપ વિરોધ સોસાયટી વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવશે…? નો આક્રોષ જાણતો હતો.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here