NATIONAL : નવી બાઇક સાથે REEL બનાવવા નીકળ્યા 4 મિત્રો, કારની ટક્કર બાદ જમીન પર પટકાયા, ચારેયના મોત

0
71
meetarticle

ગ્રેટર નોઇડામાં એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં ઇન્સ્ટાગ્રામ માટે રીલ્સ બનાવ્યા બાદ ઘરે પરત ફરતી વખતે 4 મિત્રોને અકસ્માત નડ્યો. ચારેય લોકો નવી ખરીદેલી બાઇક લઇને જઇ રહ્યા હતા તે સમયે વેગેનાર કાર સાથે અથડાઇ. અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. પરિવારજનોને આ ઘટનાની જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના ગ્રેટર નોઇડામાં સોમવારના દિવસે ઇકોટેક-3 કોતવાલી વિસ્તારમાં કુલેસરા રોડ પર ઘટી હતી. ચાર મિત્રો જેમાં બે નાબાલિગ હતા, તેમના મોત નીપજ્યા છે. તેઓ ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમની બાઇક સામેથી આવી રહેલી વેગેનાર કાર સાથે ટકરાઇ તેઓએ હેલ્મેટ નહોતું પહેરેલું. અકસ્માતમાં ચારેય મિત્રોના મોત નીપજ્યા છે.

મૃતકોની ઓળખાણ કુલેસરા ગામના સુમિત ઉં.16, લવકુશ ઉં-17, સુત્યાના ગામના મોનુ ઠાકુર ઉં-18, અને હલ્દૌનીના રિહાન ઉં-18ના રૂપમાં થઇ છે. ચારેય મિત્રો સોમવારે બપોરે આશરે 1 વાગ્યાની આસપસાલ ટીવીએસ રાઇડર બાઇક પર રીલ બનાવવા નીકળ્યા હતા. આ બાઇક મોનુ ઠાકુરની હતી, એણે આ બાઇક થોડાં દિવસ પહેલાં જ ખરીદી હતી. બાઇકને મોનૂ ચલાવી રહ્યો હતો અને બાકીના ત્રણ લોકો પાછળ બેઠાં હતા. લખનાવલીથી કુલેસરા પુસ્તા રોડ પર આવતા સમયે તેમની બાઇક સામે આવી રહેલી વેગેનાર કાર સાથે ટકરાઇ. જેમાં ચારેય મિત્રો લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયા. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃતક જાહેર કર્યા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here