RAJPIPLA : નર્મદાના પ્રતાપનગર ગામે જૈન દેરાસર મન્દિરના ભગવાનના આંખમાંથી સતત અમી વર્ષા થવાની ચમત્કારિક ઘટના સામે આવી.

0
94
meetarticle

નર્મદાના રાજપીપલા નજીક આવેલ પ્રતાપનગર ગામે એક ચમત્કારીક ઘટના બનવા પામી હતી
પ્રતાપનગર ગામમા આવેલ જૈન દેરાસર મન્દિર માં સવારે જયારે ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને ભગવાન ની પૂજા થતી હતી ત્યારે ભગવાનની પ્રતિમાના આંખ અને નાકમાંથી અમીવર્ષા થતી હતી. આ ચમત્કારિક ઘટના નજરે જોતા ભક્તો આશ્ચર્ય સાથે અભિભૂત થયા હતા.ભક્તો એ બેથી ત્રણ વાર ભગવાનના અંગ લુછ્યા પછી પણ અમી વર્ષા ચાલુ થતા ભક્તો માં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું.

ભગવાનની આંખમાંથી કુદરતી રીતે સતત અમીવર્ષા થતી જોઈને ભક્તો આનંદવિભોર થઈ ગયા હતા. જેને સૌએ ભગવાનના આશિર્વાદ અને પ્રસાદ સમજી સ્વીકાર્યા હતા.હાલ જૈનોના પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે અને પર્યુષણના છઠ્ઠા દિવસે આ ચમત્કારી ઘટના બનતા આ દ્રશ્ય જોવા અને ભગવાનના દર્શન કરવા લોક ટોળાં ઉમટ્યા હતા.
આજના વિજ્ઞાન યુગમાં પણ આવી ચમત્કારી ઘટના બને છે પણ જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યારે ભક્તો આવી ઘટનાથી ભાવવિભોર થઈ જતી હોય છે. પ્રતાપનગર જૈન દેરાસરની ઘટના નર્મદા જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

REPORTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here