GUJARAT : નર્મદા જિલ્લામાં ભારે વરસાદના પુરમાંઝરવાણી ગામમાં ૩ પશુ તણાયા, યુવાને જાતે બચાવ કર્યો

0
63
meetarticle

નર્મદા જિલ્લામાં બે દિવસથીભારે વરસાદ વરસ્યો હતો. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે જિલ્લાના 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામમાં ગામમાં ૩ પશુ તણાયાની ઘટના બની છે.ગામના બાબુભાઈ ચુનીલાલભાઈ તડવી પોતાના પશુઓને ચરાવવા ગયા હતા. અચાનક ઝરવાણી ખાડીમાં પાણીનું વહેણ વધતા આવ-જા માટેના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ પૂરમાં તેમના 4 પશુઓ તણાઈ ગયા હતા. જેમાંથી એક પશુને બચાવી લેવામાં આવ્યું હતું.જ્યારે બીજા 3 પશુ તણાઈ ગયા હતા. હવે વરસાદ વિરામ લે અને પાણી વહેણ ઓછો થાય ત્યારે આ પશુઓની શોધ ખોળ કરવામાં આવશે. એક યુવાને પાણી માં જઈ આ પશુઑ ને બચાવવાની કોશિશ કરી હતી. એક યુવાન પણ પાણીના વહેણમાં ફસાયો હતો. જોકે, તેણે ભારે જહેમત બાદ જાતે પોતાનો બચાવ કર્યો હતો.

ઝરવાણી ગામના દેડકા ફળિયાથી મેળાફળિયા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. ગ્રામજનોએ જાતે બનાવેલો પુલ પણ બંધ કરવામાં આવ્યો છે. ડુંગર પર રહેતા લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. એક તરફ કાચો પુલ બંધ છે અને બીજી તરફ મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કારણે ગ્રામજનો માટે ગામની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

REPORTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here