રાજપીપલા સ્ટેશન રોડ પર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખાડા પૂજન કરીને તંત્ર સામે અનોખો વિરોધ પ્રગટ કર્યો હતો. જેમાં ભગવાન આ ભાજપના નેતાઓ અને તંત્રને સદ્બુદ્ધિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી.
હાલ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ત્યારે તેમની ગેરહાજરી માં આપના કાર્યકરો વિપક્ષની ભૂમિકા ભજવી આપ નર્મદાના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપલામાં સ્ટેશન રોડથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો ખૂબ ખરાબ થઈ ગયો છે.વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.
રાજપીપળા થી અંકલેશ્વર, ડભોઇ, વડોદરાના રસ્તાઓ પણ બીમાર હોઈ પ્રજા ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દર વર્ષે રસ્તાઓ કેમ તૂટી જાય છે?કોન્ટ્રાક્ટરનું કામોમાં ખામી અને રસ્તાના તકલાદી કામોહોવાનું જણાવી પ્રજાને જાગૃત થવા જણાવ્યું હતું.
સત્તાધીશો ને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે જાહેર રસ્તા પર આમ આદમી ના કાર્યકરએ કર્યું ખાડા પૂજન કરી અનોખો વિરોધ કરતાં લોકો નું ધ્યાન દોર્યું હતું.ગણેશ મહોત્સ ટાણે મૂર્તિઑને લાવવા જવામાં તકલીફ ન પડે એ માટે નગરના રસ્તાના ખાડા પૂરતા આપ કાર્યકરોએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા




