RAJPIPALA : સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ધરખમ વધારો, સીઝન માં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર

0
103
meetarticle

મધ્યપ્રદેશ ના ઉપરવાસમાથી પાણીની આવક નર્મદા ડેમમાં થઈ રહી છે. જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.ઉપરવાસમાંથી 1,70,565 ક્યુસેક પાણી ની આવક
થઈ રહી છે.

સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 135 મીટર પાર કરી જતાહાલ નર્મદા ડેમ ની સપાટી 135.35 મીટર પર પહોંચી છે.ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર હોઈ ડેમ મહત્તમ સપાટી માં માત્ર 3.33 મીટર બાકી
છે.હાલ 24 કલાક માં 1 મીટર નો વધારો નોંધાયો છે.નર્મદા નદી માં 48,635 ક્યુસેક પાણી ની જાવક છે.ડેમ ના RBPH CHPH ના પાવર હાઉસ ચાલુ કરાતા વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે.હાલ નર્મદા ડેમ 89 ટકા ભરાયો
છે.

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here