ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડે ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ ભરૂચ જિલ્લામાં બનેલા ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, તેમને બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનુભાઈ દુલીયાભાઈ ભીલાલા (રહે. ભોલવાંટ, તા. કઠ્ઠીવાડા, જી. અલીરાજપુર, મધ્ય પ્રદેશ) ગોલ્ડન પોઈન્ટ પાસે છે.
બાતમીના આધારે, ટીમે તુરંત કાર્યવાહી કરીને આરોપી વિનુભાઈ દુલીયાભાઈ ભીલાલાને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ગોલ્ડન પોઈન્ટ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


