WORLD : અમેરિકન રાજદ્વારીએ રશિયા-યુક્રેન યુદ્ધ ભારત સાથે જોડ્યું, ટેરિફ ઘટાડવા મૂકી શરત

0
128
meetarticle

અમેરિકન રાજદૂત અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ ભારત અને રશિયા વચ્ચેના તાજેતરના ક્રૂડ ઓઇલ કરાર અંગે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભારત દ્વારા ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીએ રશિયાના આક્રમણને પ્રોત્સાહન આપ્યું છે અને અમેરિકન કરદાતાઓ પર ભારે બોજ નાખ્યો છે.

મોદીનું યુદ્ધઃ નવારો

એટલું જ નહીં, નવારોએ રશિયા-યુક્રેન સંઘર્ષને ‘મોદીનું યુદ્ધ’ ગણાવ્યું અને ચેતવણી આપી કે, જો ભારત આ નીતિ ચાલુ રાખશે તો અમેરિકાને તેના પર કડક વલણ અપનાવવું પડશે. જો ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરશે તો અમેરિકાના ટેરિફમાં 25% રાહત મળી શકે છે.

એક ઇન્ટરવ્યુમાં નવારોએ કહ્યું કે, ‘ભારત અસ્પૃશ્ય નથી અને શાંતિનો માર્ગ આંશિક રીતે ભારતમાંથી પસાર થાય છે. નવારોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (27 ઓગસ્ટ) ભારતમાંથી આવતા માલ પર 50% ટેરિફ લાદ્યો હતો, જે પશ્ચિમી દબાણ છતાં ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીને રોકવા માટે લાદવામાં આવ્યો છે.

ભારતને 25% ટેરિફમાંથી રાહત મળી શકેઃ નવારો

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું અમેરિકા ભારત સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને શું ટેરિફમાં ફેરફાર કરી શકાય છે?

જવાબમાં નાવારોએ કહ્યું, ‘તે ખૂબ જ સરળ છે. જો ભારત આજે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરે છે, તો તેને કાલે 25% ડિસ્કાઉન્ટ મળી શકે છે. મને નવાઈ લાગે છે કે, મોદી એક મહાન નેતા છે. આ (ભારત) એક પરિપક્વ લોકશાહી છે અને તે પરિપક્વ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. જે વાત મને હેરાન કરે છે કે, ભારતીય આટલા ઘમંડી છે. તેઓ કહે છે કે અમારી પાસે ઊંચા ટેરિફ નથી. તે અમારૂ સાર્વભૌમત્વ છે, અમે કોઈપણ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકીએ છીએ.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here