એ ભાઈ દભૉવતી નગરીમાં રોડ ઉપર જરા દેખ કે ચલો…
ડભોઇ શહેર માં ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાથી વિવિધ વિસ્તારમાં રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. શહેરનો એક રસ્તો ખાડા વગરનો રહ્યો નથી.
મહુડી ભાગોળ બહાર રસ્તા પર ખાડાને કારણે ટ્રાફિક જામ જોવા મળે છે.હજૂ તો ધોધમાર વરસાદ પડ્યો નથી, તેમ છતાંડભોઇ શહેર માં ખાડાઓ, ઠેરઠેર ખોદકામ, અને ડાયવર્ઝનને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને કમરના મણકા તોડી નાંખે, તેવા ગટરના ઢાંકણા સીધા કરવાની તસ્દી લેવાતી નથી ડભોઇ શહેર માં ચોમાસા દરમિયાન ઠેરઠેર ખોદકામ, ખાડાઓ અને ડાયવર્ઝનને લઈ નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. એક રોડ એવો નથી કે, જ્યાં ખોદકામ કે ખાડાઓ ન હોય. આ વખતે વરસાદ પણ એવો પડયો નથી, તેમ છતાં ડભોઇ નગરપાલિકાના ની અણધડ કામગીરીનો ભોગ લોકો બની રહ્યાં…
ડભોઇ શહેરમાં ચારે દિશામાંથી પ્રવેશ કરો એટલે સૌપ્રથમ કમરના મણકાં તોડી નાંખે, તેવા રોડનો સામનો કરવો પડે છે. તે પછી પ્રવેશ કર્યા બાદ પણ ખોદકામ અને ડાયવર્ઝનની સાથે ખાડાઓ સાથે કુશ્તી લડવી પડે છે. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે, લાંબા ગાળાના કામોને બાદ કરતાં ટૂંકા ગાળાના જે કામો હોય છે,
તે ડભોઇ નગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા પૂર્ણ કરાતા નથી અથવા ચોમાસામાં કામગીરીને લઈ નાગરિકોને તકલીફ ન પડે, તેવું કોઈ આયોજન કરાતું નથી.આજે મહુડી ભાગોળ બહારનો તેમજ કંસારા બજાર વિગેરે વ્યક્તિગત ખાડાઓના દર્શન કરવા પડે છે. આ સિવાય અનેક સ્થળોએ ગટરના ઢાંકણા હજૂ પણ ઊંચા – નીચા છે. જેના કારણે અકસ્માતની સાથે લોકોને કમરમાં ઈજા થવાના પણ બનાવો બને છે, છતાં ડભોઇ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અધિકારીઓ, પદાધિકારી કે પેટનું પાણી હાલતું નથી. હવે, ગણેશોત્સવ પણ શરૂ થઈ ગયો છે, ત્યારે ખાડાઓ ભરમાર જોવા મળી રહી છે.એક રોડ એવો નથી કે, ખાડાને કારણે રહિશો તંત્ર સામે મોરચો ખોલેયો હતો. તંત્ર કે રાજકારણીઓને નાગરિકોને પડતી મુશ્કેલીઓની કંઈ પડી નથી. તેમને માત્ર પોતાના રોટલા સેકવામાં રસ હોઈ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે તેમ નગરના બુદ્ધિ જેવી વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ




