GUJARAT : લાખણી તાલુકાના ચાળવા ગામે ખેતરમાંથી વિદેશી દારૂ ભરેલી અલ્ટો ગાડી ઝડપાઈ

0
196
meetarticle

દિયોદર પી આઈ એ ટી પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય ખાનગી બાતમી મળેલ કે ચાળવા ગામે એક ખેતરમાં વિદેશી દારૂ ભરેલી અલ્ટો ગાડી પડી છે

તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસ સ્ટાફે લાખણી તાલુકાના ચાળવા ગામે એક ખેતરના રહેણાંક મકાનમાં રેડ કરતા મકાન ના આગળના ભાગે એક G J 08 AP 5641 નંબર ની ગાડી મળી આવી હતી જેમાં તપાસ કરતા અલગ અલગ વિદેશી દારૂની 322 બોટલો કિમંત રૂપિયા 79,900 મળી આવતા પોલીસે અલ્ટો ગાડી સહિત 2,79,900 નો મુર્દા માલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં દિયોદર પોલીસે એકાએક વિદેશી દારૂ ભરેલી alto ગાડીને ઝડપી લેતા વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here