GUJARAT : કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને આદિ કર્મયોગી અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

0
49
meetarticle

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા “આદિ કર્મયોગી અભિયાન” શરુ કરવામાં આવ્યું છે. જેથી એક ભવિષ્યલક્ષી વિલેજ એક્શન પ્લાન તૈયાર થાય અને તમામ લોકોનો સર્વાંગી વિકાસ થાય જેથી વિકસિત ભારત @ ૨૦૪૭નો માન.વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરી શકાય. આ અભિયાન અંતર્ગત કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને “આદિ કર્મયોગી અભિયાન” અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યું હતું.

આદિ કર્મયોગી અભિયાનના હેતુ જણાવતા જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનને જણાવ્યું કે, સંવેદનશીલ, પારદર્શક અને જવાબદેહ સરકારી તંત્રને પ્રોત્સાહન આપવા, બોટમ અપ અપ્રોચ અને જનભાગીદારી સાથે આયોજન કરી તમામ જરૂરી સુવિધાઓ આપવાનો છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કુલ ૬૮૧ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરેક ગામોના વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે, જેના પરથી ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. વિલેજ એક્શન પ્લાનમાં દરેક ગામ તમામ સગવડો સાથે એક આદર્શ ગામ કેવી રીતે બની શકાય તે બાબતની માહિતી તૈયાર કરી તેના પરથી ભવિષ્યમાં વિકાસના કામોનું આયોજન કરવામાં આવશે.

આ અભિયાન અંગે તાલીમની માહિતી આપતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ વિકાસ, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય, પોષણ, આદિજાતિ વિકાસ, જળ શક્તિ અને વન વિભાગ એમ કુલ ૬ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને વિસ્તૃત તાલીમ આપવામાં આવશે. પુણે (મહારાષ્ટ્ર) ખાતે રિજનલ પ્રોસેસ લૅબ બનાવવામાં આવી છે જેમાં રાજ્ય કક્ષાના માસ્ટર ટ્રેનર્સને આદિ કર્મયોગી અભિયાન બાબતે રેસિડેન્શિયલ તાલીમ આપવામાં આવી છે. સ્ટેટ પ્રોસેસ લેબમાં જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સને ગાંધીનગર ખાતે રેસિડેન્શિયલ તાલીમ તારીખ ૨૫.ઓગસ્ટ ૨૦૨૫ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ સુધી આપવામાં આવી રહી છે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ પ્રોસેસ લેબમાં તાલુકા કક્ષાના માસ્ટર ટ્રેનરને રેસિડેન્શિયલ તાલીમ આપવામાં આવશે. અને બ્લોક પ્રોસેસ લેબમાં તાલુકા કક્ષાના માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં સ્થાનિકોના વિકાસના કામોનું આયોજન કરી તે પૂર્ણ કરવા માટે પ્રેરણા આપવામાં આવશે.

રિપોર્ટર: સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here