નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર ની થીમ પર ગણેશજી ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે
જમ્મુ કાશ્મીર ના બાયસરણ વેલી ખાતે ભારતીયો પર આતંકવાદી હુમલો થયો હતો.ધર્મ પૂછી ને આતંકવાદીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી.આ ઘટના એ દેશ જ નહીં પણ વિશ્વ ને આઘાત લાગ્યો હતો.ભારત એ પણ પાકિસ્તાન ને વળતો જવાબ આપ્યો હતો.દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ વાયુ સેના,થલસેના અને દરિયાઈ સેના ને ખુલ્લો દોર આપ્યો હતો.તમે કહો તે સમયે હુમલો કરવા તૈયારી બતાવી હતી.જેમાં આખું ઓપરેશન બે મહિલાઓ ને સોંપવામાં આવ્યું હતું.જેમાં એક હતી સોફિયા કુરેશીકે જે વડોદરા ની રહેવાસી છે અને બીજી મહિલા હતી વાયુ સેના ની વ્યોમિકા સિંગ આ ઓપરેશન ને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુર.ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાન માં આતંકવાદીઓ ના સ્થળો પર ભારતે હુમલો કર્યો અને વળતો જવાબ આપ્યો હતો.આતંકવાદીઓ ના ઠીકાનાઓ ને નષ્ટ નાબૂદ કરી દીધા હતા.
ગણેશ ચતુર્થી માં મંડળો દ્વારા અલગ અલગ થિમો પર ગણેશજી ની પ્રતિમા મુકવામાં આવે છે.હાલ માં મોટી મૂર્તિઓ ની જાણે હોડ લાગી છે.20 ફૂટ ,25 ફૂટ ,35 ફૂટ સુધી ની મૂર્તિઓ મંડળો દ્વારા લાવવામાં આવતી હોય છે.ત્યારે રાજપીપલા શહેર ના ઋણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 13 વર્ષ થી ભગવાન ગણેશજી ની પ્રતિમા ની સ્થપના કરવામાં આવે છે.દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે.વર્ષ 2024 માં ગણેશજી ની રાધા કૃષ્ણ ના સ્વરૂપ માં હીંચકા પર બેઠેલા ગણેશજી ઇ પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી હતી.આ મૂર્તિએ રાજપીપલા વાસીઓ માં આકર્ષણ જમાવ્યું હતું.ત્યારે ચાલુ વર્ષે ઓપરેશન સિંદુર ની થીમ નું ડેકોરેશન કરવામાં આવ્યું છે.ભગવાન શ્રી ગણેશ ની પ્રતિમા ને આર્મી નો યુનિફોર્મ પહેરવામાં આવ્યો છે.દસ દિવસ દરમિયાન ગણેશજી ને નેવી અને વાયુ સેના ના રૂપ માં પણ બતાવવામાં આવશે સાથે સાથે બાળકો માટે પણ આ મંડળ દ્વારા નાવડી બનાવવામાં આવી છે.ભગવાન શ્રી ગણેશ નાવડી માં ઉભા છે અને બાળકો આ નાવડી માં બેસશે જેથી બાળકો ઇ રક્ષા ભગવાન શ્રી ગણેશ કરી રહ્યા છે.ઓપરેશન સિંદુર ની થીમ બનાવી ને રાજપીપલા માં આકર્ષણ જમાવ્યું છે.હાલ માં પણ ગુજરાત સરકાર દ્વારા પ્રતિયોગીતા પણ રાખવામાં આવી છે જેમાં પણ ઓપરેશન સિંદુર ની થીમ નો પણ સમાવેશ કરવામાં આવી છે.જોકે આ મંડળ દ્વારા 6 ફૂટ થી મોટી મૂર્તિ મુકવામાં નથી આવી.આ વર્ષે પણ 6 ફૂટ ની ભગવાન શ્રી ગણેશ ની પ્રતિમા મુકવામાં આવી છે.આ મંડળ દ્વારા પ્રતિ વર્ષ ગણેશયાગ અને નવરાત્રી દરમિયાન નાના બાળકો માટે અડકો દડકો ગરબા મહોત્સવ અને ચૈત્ર નવરાત્રી માં નવચંડી અને મહાશિવરાત્રી ની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે.આ મંડળ નઆ દરેક કાર્યકર્તાઓ મહેનત કરવામાં આવે છે.
REPOTER : દીપક જગતાપ, રાજપીપલા


