નર્મદા જિલ્લામાં સારી ઉત્કૃષ્ઠ અને સેવાભાવી કામગીરી કરનાર એવા લોકો, કર્મચારીઓ અને સંસ્થાઓ ને સુરક્ષા સેતુ નર્મદા પોલીસ, લક્ષમ હોન્ડા રાજપીપળા, અલ્કેશસિંહજી ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી એન,એમ.ડી ન્યુઝ નેટવર્ક ના આયોજન થી નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
છેલ્લા 10 વર્ષથી યોજાતા આ એવોર્ડ કાર્યક્રમ માં અત્યાર સુધી 1000 થી વધુ લોકો ને સન્માનિત કર્યા છે. આ વર્ષે આંબેડકર ભવન ખાતે યોજાયો હતો.
જેમાં સાંસદ મનસુખ વસાવા, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવ, સ્વામી સિધ્ધેશ્વરજી,પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ પી.ડી.વસાવા, ડો.તુષાર સુવાગીયા, એસપી નર્મદા વિશાખા ડબરાલ, એસ પી બનાસકાંઠા પ્રશાંત સુંબે સહીત આગેવાનો હાજર રહીને સન્માનિત મહાનુભાવો ને નર્મદા રત્ન એવોર્ડ થી સન્માનવામાં આવ્યા હતા.
આ એવોર્ડ માં હાજર તમામ મહાનુભાવો એ આવા પ્રોત્સાહન બાદલ આયોજકો નો આભાર વ્યક્ત કર્યો અને આવા પ્રોત્સાહન થાકી કામ કરતા વ્યક્તિને કે કર્મચારીઓ ને કે સંસ્થાઓ ને બળ મળે વધુ કામગીરી કરવાની ઈચ્છા જાગે સાથે તેમની કામગીરી અને સન્માન જોઈને અન્ય ને પ્રેરણા મળે આવા ઉમદા કાર્ય થી સમાજ સેવા થાય છે
આ એવોર્ડ ફંક્શનમાં એમ.પી થી લઇ ધારાસભ્ય અને ભાજપ પ્રમુખ સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓ હોમગાર્ડ , વન અધિકારી કર્મચારી શિક્ષણાધિકારી થી લઇ શિક્ષકો અને સંઘના પ્રમુખ મંત્રી, ARTO મામલતદાર કલેક્ટર થી ઓફિસ ક્લાર્ક અને પટાવાળા સુધી ખેલ જગતમાં ઇન્ટરનેશનલ નામ અપાવનાર,આરોગ્ય શાખા આવા 72 જેટલા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
નર્મદા રત્નથી સન્માનિત થઇ ને સર્વે ખુબ આનંદની લાગણી અનુભવી હતી.
REPOTER :દીપક જગતાપ, રાજપીપલા






