GUJARAT : દારૂની હેરાફેરીમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીની વલસાડથી ધરપકડ

0
56
meetarticle

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીકથી રૂ. ૭.૨૦ લાખના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી સંજય ચાવડાની સંડોવણી સામે આવી છે. આ માહિતીના આધારે, જીઆઈડીસી પોલીસે સંજય ચાવડાની વલસાડથી ધરપકડ કરી છે.
પોલીસને અંકલેશ્વરમાં આસોપાલવ ગેસ્ટ હાઉસ પાસેથી એક કારમાંથી રૂ. ૭.૨૦ લાખનો વિદેશી દારૂ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. ૧૦.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે સુરતના ચિરાગ રસિક સુદાણીની ધરપકડ કરી હતી.


ચિરાગ સુદાણીની પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે દારૂનો આ જથ્થો સસ્પેન્ડેડ પોલીસકર્મી સંજય ચાવડાએ મોકલ્યો હતો. સંજય ચાવડા સુરતથી દારૂ ભરીને જૂનાગઢ તરફ મોકલતો હતો અને આ કામ માટે તે ચિરાગને રૂ. ૧૦,૦૦૦ આપતો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સંજય ચાવડા ૨૦૧૬માં અનાર્મ પોલીસ જવાન તરીકે જોડાયો હતો અને વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતો હતો. વર્ષ ૨૦૨૪માં પણ તે વાંસદા ટોલપ્લાઝા નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હતો.
આરોપી સંજય ચાવડાની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવી શકે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here