SURAT : નવસારીના ચિખલીમાં પિતાએ જ નશાખોર પુત્રને પતાવી દીધો

0
129
meetarticle

ચીખલીના રેઠવાણીયામાં દારૂ પીને રોજ ઝઘડો કરતા પુત્રના ત્રાસથી અકળાયેલા પિતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ઘટના સામે આવી છે. પુત્ર રોજે રોજ નશાની હાલતમાં આવી માતા-પિતા સાથે ઝઘડો કરતા આવેશમાં આવેલા પિતાએ ઓઢણીથી ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારતા નવજાત પૌત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ચીખલી પોલીસના કહેવા પ્રમાણે ચીખલીના રેઠવાણીયા ગામના હળપતિવાસમાં રહેતા છનાભાઇ બાબરભાઇ હળપતિ (ઉ.વ61)ને બે સંતાન છે. નાના દીકરાનું ચારેક વર્ષ પૂર્વે મૃત્યુ થયું હતું. મોટો દીકરો જીતેન્દ્ર છનાભાઇ હળપતિ (ઉ.વ. 35) ડ્રાઇવર કરતો હોય અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. જીતેન્દ્ર નાની નાની વાતમાં અવાર નવાર માતા-પિતા સાથે ઝઘડો કરતો હતો.ગઈકાલે સાંજે જમતી વેળા રસોઈ બાબતે ઝઘડો કર્યો હતો. જમ્યા પછી ઘરમાં પલંગ ઉપર જીતેન્દ્ર સુઈ ગયો હતો. રાત્રે 9.30 વાગ્યાના સમયે ઘરમાં ફરી ઝઘડવાનો અવાજ આવતા માતા જોવા ગઇ હતી. પિતા છનાભાઇએ દીકરા જીતેન્દ્રના ગળામાં ઓઢણી વીંટાળી રાખી ખેંચી રાખતા તેણે દમ તોડી દીધો હતો. દોડી આવેલી માતાએ જણાવ્યું કે ‘તું આ શું કરે છે, આ આપણો એકનો એક જ દીકરો છે, તું આવું ન કર’ પરંતુ મગજ પર શૈતાન સવાર થઈ ગયો હોઈ ‘જીતુ રોજે રોજ દારૂ પી ને આવી મને બોલતો આવ્યો છે, મારી સાથે લડતો રહે છે. આજે તો તેને હું મારી જ નાંખીશ’.જીતેન્દ્રની માતાના આક્રંદથી આજુબાજુના રહીશો ભેગા થઇ ગયા હતા અને તેને રાનકૂવા સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પીઆઇ ડી.એસ.કોરાટે કહ્યું કે, બનાવ અંગે મૃતકની માતા મધુબેન છનાભાઇ હળપતિ (ઉ.વ. 55, રહે. રેઠવાણીયા, હળપતિવાસ, તા.ચીખલી)એ ફરિયાદ કરતા પોલીસે હત્યાનો ગુની નોંધી આરોપી છનાભાઇ બાબરભાઇ હળપતિની ધરપકડ કરી છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here