હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસેલા વરસાદને લઈ અનેક સોસાયટીઓમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા હતા જોકે હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલ શગુન સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ફરી વળ્યું હતું
સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યું હતું જેને લઇને સ્થાનિકો પરેશાની નો સામનો કરી રહ્યા છે સગુન સોસાયટીના સ્થાનિકો અને પ્રમુખ દ્વારા અનેકવાર પાલિકા પ્રશાસનને જાણ કરવામાં આવ્યું હોવા છતાં પાલિકા પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નથી એટલું જ નહીં પરંતુ આજે પણ સ્થાનિક લોકો દ્વારા પાલિકાને જાણ કરવા છતાં હજુ કોઈ પણ પાલિકાના અધિકારી કે પદાધિકારી જોવા શુદ્ધ અહીં આવ્યા નથી
જેને લઈને હાનિકો પ્રશાસનના પાપી નો સામનો કરી રહ્યા છે જોકે હાલ તો અહીંના સ્થાનિકો પાલિકા પ્રશાસન પર ભારે રોષ ઠાલવી રહ્યા છે.
REPOTER : ઉમંગ રાવલ સાબરકાંઠા



