GUJARAT : 11મુખી હનુમાન આશ્રમ ભૂરિયા ખાતે જગત કલ્યાણ અર્થે સતત 253મો સુંદરકાંડ પાઠ થયો

0
112
meetarticle

થરાદ તાલુકાના ભૂરિયા ગામે 11 મુખી હનુમાનજી આશ્રમ ના અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી અની અખાડાના મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજ દ્વારા જગત સુખાકારી અર્થે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના આશ્રમ ખાતે કોરોના કાળથી સુંદરકાંડ પાઠ કરવાનો સંકલ્પ કરેલ તેના મણકામાં સતત 253મા શનિવારે મહામંડલેશ્વર ઘેવરદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ યોજાયો

આ પ્રસંગે આચાર્ય હરિદાસજી મહારાજ ભડવેલ તથા ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેલ આ સ્થાન પર 11મુખી હનુમાનજી ની પથ્થરમાંથી નિર્મિત ભારત વર્ષની એક માત્ર 31 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા ના દર્શન કરવા હનુમાન ભકતો દૂર દૂર થી ઉમટી રહ્યા છે આ સ્થાન યાત્રા સ્થળ તરીકે ઉભરી રહ્યું છે

અહેવાલ : પ્રધાનજી ઠાકોર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here