જામનગર ખાતે પવન ચક્કી જૂની જેલ પાસે એક ૧૮ થી ૨૦વર્ષની યુવાન અસ્થિર મગજની બિન વારશું મુસ્લિમ યુવતીનું કાઉન્સિલ કરી શ્રી લીરબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવતીનું જેલથી લઈ આવી પ્રમુખ લીલુબેન મોઢવાડિયા ના ઘરે યુવતીને નવડાવી ધોવડાવી કપડા પહેરાવી જમાડી અને ત્યાર પછી બગોદરા (અમદાવાદ)ખાતે મંગલ મંદિર માનવસેવા આશ્રમ ખાતે સોંપી આપવામાં આવેલ આમ અસ્થિર મગજની યુવતીને સલામત આશરો આપી કોમી એકતાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડેલ છે
જામનગર ખાતે જય લીલબાઈ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રજીસ્ટર નંબર ઈ./૪૪૫૯ થી એક સામાજિક સેવાકી ધાર્મિક અને ઉત્કૃષ્ટ સમાજ સેવાના સારથી તરીકે ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી લીલુબેન મોઢવાડિયા ના નેજા હેઠળ ટ્રસ્ટના સેવાભાવી ભાઈઓ સતત રાત દિવસ જોયા વગર જામનગર જિલ્લા શહેરમાં શહેરમાં રખડતા ભટકતા માનસિક મન બુદ્ધિના તેમજ અસ્થિર મગજ ધરાવતા અને જેઓનું કોઈ વારસ- વાલી હોતું નથી. યા અન્ય રીતે પાગલ પણ જીવન ગુજારતા પ્રભુજીઓ તેમજ ગૌમાતાઓ, પશુ પક્ષીઓને માટે સતત સેવા કરવા માટે આ ટ્રસ્ટ કાર્યરત છે
સર્વે જીવ એક સમાન માની માનવીમાં નાતજાત, જોયા વગર અને પશુ,પક્ષીઓ માટે માનવતા નું કાર્ય કરતું લીરબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ કામ કરે છે. જેના પ્રમુખ એક મહિલા લીલાબેન મોઢવાડિયા છે. આ ટ્રસ્ટમાં સેવાભાવી ભાઈઓ પણ સતત સેવાનું કાર્ય કરી રહ્યા છે
ત્યારે ગત .૨૭ ઓગસ્ટના રોજ જામનગર ખાતે આવેલ દરબારગઢ માં પવનચક્કી જૂની જેલ ની આસપાસ એક યુવાન આશરે ૧૮ થી ૨૦ વર્ષીય યુવતી જાતે મુસ્લિમ હોય તે માનસિક અવસ્થામાં રખડતી ભટકતી રહેતી હતી. અને જેલ ખાતે આવતા કેદીજનોના પરિવાર પાસે પૈસા માગી અને આ યુવતી ત્યાં આસપાસ બિનવારસુ રહેતી હતી. તેમજ યુવતી ઉમર લાયક હતી. ત્યારે તમને લોકો પૈસા બતાવી મલિન ઈરાદા થી એનકેન પ્રકારે હેરાન પરેશાન કરતા હોય તેથી આ યુવતીને અન્યજનોએ ખીજાવનો ભોગ બનેલનો રોષ જેલમાં કેદીઓ ને મળવા આવતા મુલાકાતીઓ ઉપર ઠાલવી તેના વાહનોને નુકશાન કરતી અને ખરાબ અભદ્ર ગાળો પણ બોલતી રહેતી હતી.
આવું વારંવાર થતા જેલમા સત્તાવાળાઓ પણ આ મંદબુદ્ધિ ની યુવતીની હરકતો થી કંટાળી અને લીરબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ લીલું બેન મોઢવાડીયા અને ચિરાગભાઈ ને આ બાબતે વાકેફ કરતા સ્ત્રી પાત્રની વાત આવે એટલે ૨૪ કલાક તત્પરતા દાખવતું આ ટ્રસ્ટ ના પ્રતિનિધિ ઓમાં લીલુંબેન અને ચિરાગભાઈ એ તુરંત આપેલ લોકેશન પર જઈ ને જેલનાં ગેઇટ આસપાસ અને શેરીઓ અને ગલીઓમાં ભટકતી આ યુવતીનું કાઉન્સિલર કરવામાં આવેલ.
આ યુવતી ની તપાસ કરતા આ યુવતી ના પિતા પણ ઘરેથી કોઈ ને સાથે નીકળી ગયા છે અને તેની કશી જાણ નથી. તેમજ માતા પણ માનસિક અને પાગલ પન અસ્થિર મગજ ની હોય યુવતી નું કોઈ નથી તેમજ આ યુવતીને પોલીસ દ્વારા પણ માનવતા ના ધોરણે ખાવા પીવા નું આપતા હતા. પરંતુ આ યુવતીને કોઈ એ હેરાન પરેશાન કરી હોય તેનો રોષ જેલ માં આવતા કેદીના પરિવાર બનતા હોય તેઓને ગાળો આપવી તેમજ વાહનોને નુકશાન કરવાની વૃત્તિ થી જેલ સત્તાવાળાઓ પણ કંટાળી ગયા નું જાણવા મળેલ.
આખરે લીરબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ આ મુસ્લિમ યુવાન યુવતીની વ્હારે આવી અને લીલુંબેન મોઢવાડિયા,ચિરાગભાઈ અને દવેભાઈ એ યુવતી ની સમગ્ર ડોકટરી તપાસ કરવી અને ડોક્યુમેન્ટ તૈયાર કરવી જેલ ખાતેથી આ મંદબુદ્ધિ ની યુવતીનું કાઉન્સિલ કરાવી અને લીલુંબેન ના ઘરે લાવવામાં આવેલ અને ત્યાં તેણીને નવડાવી, ધોવડાવી ખવડાવી અને તૈયાર કરેલ.
ત્યારબાદ લીરબાઈ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લીલુંબેન મોઢવાડીયા અને દવેભાઈ આ મુસ્લિમ યુવતી હોવા છતાં કોઈ નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર માનવ સેવા એજ પ્રભુ સેવા ના મંત્ર ને અનુરૂપ આ ટ્રસ્ટના સેવકોએ અમદાવાદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુ માં,બગોદરા નેશનલ હાઇવે ૮ પર આવેલ મીણગઢ ઠળીયા મુ. બગોદરા તા.બાવળા જી. અમદાવાદ ના “મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ ની જગ્યામાં રાખવા માટે સોંપવામાં આવેલા.આમ આ અસ્થિર મગજની યુવાન યુવતી કોઈ નો શિકાર બને તે પહેલા દીકરી ને સુરક્ષિત સલામત ન હોય ત્યારે માનવ સેવા ના કામે આ યુવતીને સલામત આશરો મળી રહે તેવી કાર્યવાહી કરેલ હોવાનું એક મુલાકાત માં જામનગર લીરબાઈ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ લીલું બેન ની મુલાકાતમાં વિગત જણાવેલ છે.
રિપોર્ટર વિરમભાઈ કે આગઠ


