દેશભક્તિ અને સંકલ્પ નું ઉત્તમ ઉદાહરણ રૂપે સૂત્ર शौर्यम दक्षम युध्धेय बलिदान परम धर्मा”
ને અપનાવી વડોદરા ના કરાટે ચેમ્પિયન નું એક અનોખું કાર્ય કર્યું છે.
જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ તાજેતરમાં કાશ્મીર પહેલગામ માં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં અપ્રતિમ શૌર્ય, વિશ્વાસ અને કુશળતા દર્શાવી. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ જેવી કાર્યવાહી સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણો બની.
આ જ પ્રેરણાથી પ્રેરાઈને વડોદરા માત્ર 4.3 વર્ષની ઉંમરે કરાટે શીખવાનું શરૂ કરનાર આ નાનકડા ખેલાડીએ 6 વર્ષની વયે બ્લેક બેલ્ટ ની પરીક્ષા પૂર્ણ કરી એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
કરાટે તાલીમ દરમ્યાન બાળપણના રમકડાં સાથે રમવાનો સમય ગુમાવ્યા બાદ, આ નાનકડા ચેમ્પિયન પોતાના રમત ના રમકડા નું વેચાણ કર્યું. રમકડાંના વેચાણ થી પ્રાપ્ત થયેલ રકમ ને બચાવી રાખી અને અંતે વડોદરા કલેક્ટર કચેરીમાં સૈનિકોના કલ્યાણ માટે અર્પણ કરી.
નાની ઉંમરે કરાયેલ આ મહાન કાર્ય વડોદરા જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. આ બાળકનો દેશપ્રેમ, શિસ્ત અને સંકલ્પ ભાવિ પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે


