છોટાઉદેપુર : જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫ની ઉજવણી કરાઈ

0
58
meetarticle

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ભારતના ખેલ રત્ન મેજર ધ્યાનચંદજી ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલીયા ‘નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી.

નેશનલ સ્પોર્ટ્સ ડે ખુટાલીયા ખાતેની ઉજવણીમાં ફૂટબોલ, કોથળાકુદ, લીંબુ ચમચી અને રસ્સા ખેચની સ્પર્ધાઓનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પોલીસ જવાનોને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ ફિટ ઇન્ડિયા અંગે પ્રતિજ્ઞા લીધી હતી. વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉજવણી પ્રસંગે હેડક્વાટર નાયબ પોલીસ અધીક્ષક ડી કે રાઠોડ, આર.પી.આઈ. ચૌધરી સાહેબ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here