HEALTH TIPS : દહીં સાથે 3 વસ્તુ આરોગશો તો સ્વાસ્થ્યને થશે નુકસાન! અત્યારે જ જાણીલો

0
94
meetarticle

ભારતીયો કોઈપણ ખોરાકની સાથે દહીંં અને છાસ તો અચૂક લેતા હોય છે. ખૂબ જ ઓછા લોકો હશે જેમને દહીં ખાવું પસંદ નથી. આમ તો દહીંં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંં ભોજનનો ટેસ્ટ વધારવામાં મદદ કરે છે સાથે શરીરને ઠંડક આપી સ્વાસ્થ્યને પણ સુધારે છે પણ આ જ દહીંં તમારા પેટ માટે મુસીબતનું કારણ બની શકે છે. આયુર્વેદ અને વિજ્ઞાન બંને માને છે કે દહીંને અમુક શાકભાજી સાથે ખાવામાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. તમારી સ્કિન પણ ડેમેજ કરી શકે છે. આજે અમે ત્રણ એવી શાકભાજી વિશે જણાવીશુ જેને ભૂલથી પણ દહીં સાથે ન ખાવું જોઈએ.

ડુંગળી 

ડુંગળીનું રાયતું લોકો ખૂબ જ શોખથી ખાય છે, પણ તે સ્વાસ્થ્ય માટે સારું નથી. દહીં ઠંડુ હોય છે અને ડુંગળી ગરમ. બંનેને મિક્સ કરવાથી પાચનતંત્ર ખરાબ થઇ શકે છે અને પેટ ફૂલી શકે છે.

દહીં સાથે 3 વસ્તુ આરોગશો તો સ્વાસ્થ્યને થશે નુકસાન! અત્યારે જ જાણીલો 3 - image

રીંગણ 

રીંગણ થોડું એસિડિક હોઈ શકે છે અને શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે, જ્યારે દહીંં ઠંડુ હોય છે. આ બંનેને એકસાથે ખાવાથી પેટમાં દુખાવો અથવા પાચનતંત્ર પર ખરાબ અસર પહોંચાડી શકે છે. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા પહોંચી શકે છે, એટલું જ નહીં તેંની સ્કીન પર ફોડલીઓ પણ પડી શકે છે.

દહીં સાથે 3 વસ્તુ આરોગશો તો સ્વાસ્થ્યને થશે નુકસાન! અત્યારે જ જાણીલો 4 - image

કાકડી

કાકડીનું રાયતું શરીર માટે નુકશાનકારક છે. કાકડી અને દહીં બંને ઠંડુ હોય છે. વધારે ઠંડક શરીરના પાચનક્રિયાને ધીમી કરી દે છે, ભોજનને ધીમે ધીમે પચાવે છે અને સુસ્ત રાખે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here