MEHSANA : મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ બોલાવી શકે છે ભૂક્કા

0
147
meetarticle

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અન્ય તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી છે.

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ

રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઈંચ વરસાદ નોંધાયો છે, આણંદના ઉમરેઠમાં 4.72 ઈંચ વરસાદ, મહિસાગરના કડાણામાં 4.33 ઈંચ વરસાદ, સંતરામપુરમાં 4.29 ઈંચ, શહેરામાં 4.13 ઈંચ, મોરવા હડફમાં 3.31 ઈંચ, બોરસદમાં 3.07 ઈંચ, નેત્રંગમાં 2.83 ઈંચ, ઈડરમાં 2.72 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજયમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 89 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 30 ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ 86 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે

રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા.૦૧ જૂન ૨૦૨૫થી હમણાં સુધી ૫૩૧૧ નાગરિકોનું સ્થળાંતર અને ૧૦૦૫ પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here