મહીસાગર જિલ્લાના રૂપિયા ૧૨૩ કરોડના ચકચારી નલ સે જલ યોજનાના કૌભાંડમાં સી આઈ ડી ક્રાઈમ દ્વારા છ તાલુકાના સરપંચ અને તલાટીઓની વિગતો માગવામાં આવી.
નલ સે જલ કૌભાંડમાં કૌભાંડ કૌભાંડકારીઓ સામે ફરિયાદ થઈ બે માસ વિતવા આવ્યા છતાં પણ આજદીન સુધી છ આરોપીઓ જ પકડાયા છે હજી આ મહા કૌભાંડ નું મુખ્ય સૂત્રધાર સી આઈ ડી ક્રાઈમ ની પકડથી દૂર છે.
વાસ્મો કચેરીના પાંચ આરોપી કર્મચારીઓ એ આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી છે.
મહીસાગર જિલ્લામાં ભારે ચકચાર મચાવનાર એવા રૂપિયા ૧૨૩ કરોડના નલ સે જલ યોજનાના મહા કૌભાંડ નો મુખ્ય આરોપી તેમજ બીજા ચાર જેટલા આરોપીઓ એ જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી પરંતુ કોર્ટે અરજી નામંજૂર કરતા કૌભાંડકારીઓ માં ભારે દહેશત ફેલાઈ જવા પામી છે..
મહીસાગર જિલ્લાના રૂપિયા ૧૨૩ કરોડના નલ સે જલ ના કૌભાંડમાં આરોપીઓને શકંજામાં લેવા માટે cid ક્રાઇમની 10 જેટલી ટીમો જિલ્લાના વિવિધ ગામોમાં પડાવ નાખીને તપાસનો સિલસિલાને ધમધમતો કર્યો છે ત્યારે આ ચકચારી નલ સે જલ ના કૌભાંડનું મુખ્ય આરોપી સહિત જે તે એજન્સીના ઇજારેદારો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું સાંભળવા મળી રહ્યું છે ત્યારે આવા નાસતા ફરતા અને ભાગેડુ આરોપીઓને પકડવા અને શોધવા માટે સી આઈ ડી ક્રાઈમ ની તપાસ કરતી ટીમો આરોપીયાના ઘરે તેમ જ તેમની ઓફિસો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહેલી જણાય છે.
લુણાવાડા વોસમો કચેરીના તત્કાલીન યુનિટ મેનેજર અબ્બાસ અલીરાજપરા, ઇન્ચાર્જ જિલ્લા કો-ઓર્ડીનેટર અમિત પટેલ, આસિસ્ટન્ટ મિકેનિકલ અલ્પેશ જયવંત પરમાર, આસિસ્ટન્ટ ટેકનિકલ પાર્થ જગદીશ પટેલ અને આસિસ્ટન્ટ ટેકનિકલ દશરથસિંહ રામસિંહ પરમાર દ્વારા લુણાવાડા સ્થિત સેશન્સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી પરંતુ સુનાવણીના અંતે જિલ્લા સરકારી વકીલ સર્જન ડામોર ની ધારદાર દલીલોના અંતે પાંચ આરોપીઓની જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી દીધી છે.
જ્યારે બીજી બાજુ નલ સે જલ યોજનાની ₹123 કરોડના કૌભાંડમાં સી આઈ ડી ક્રાઈમ દ્વારા 620 ગામની વિગતો માગવામાં આવી છે આ કૌભાંડમાં મહત્વની માહિતી મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી પાસેથી માગવામાં આવી છે ત્યારે આ પત્રથી સરપંચો અને અધિકારીઓમાં ભારે ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે
આ નલ સે જલ કૌભાંડની તપાસ cid crime આર્થિક ગુના નિવારણ શાખા ગાંધીનગર યુનિટ ૩ ના નાયબ પોલીસ અધિક્ષક અશ્વિન પટેલ કરી રહ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા, વીરપુર, કડાણા, બાલાસિનોર અને ખાનપુરમાં આવતા તમામ ગામોના તલાટી અને સરપંચની તા.૧ જાન્યુઆરી ૨૦૧૯ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાનની તમામ માહિતી પૂરી પાડવા અંગે પત્રમાં જણાવેલ છે જેમાં તલાટી અને સરપંચના નામ સરનામા અને મોબાઈલ નંબર તેમજ તલાટી અને સરપંચે કઈ તારીખ થી કઈ તારીખ સુધી ફરજ નિભાવી તેનો સમયગાળો અને તલાટી તરીકે થયેલ બદલીના હુકમની સર્ટિફાઇડ નકલો નો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
સી આઈ ડી ક્રાઈમ દ્વારા આ ગુનાની તપાસ માટે જરૂરી તમામ વિગતો અને માહિતીની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી સાથે જિલ્લા પંચાયત કચેરીના એક પ્રતિનિધિને તા.૩૦ મી ઓગસ્ટ ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં સી આઈ ડી ક્રાઈમ ની કચેરી ખાતે ઉપસ્થિત રહેવા જણાવ્યું છે..
ત્યારે આ કૌભાંડમાં વાસ્મો કચેરીના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો બાદ હવે સરપંચો અને તલાટીઓ પણ સી આઈ ડી ટાઈમ ના શકંજામાં આવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
આ યોજનામાં કૌભાંડકરી ઓ પાપે પાણી માટે વલખા મારી રહેલ મહીસાગર જિલ્લાની જનતાને નલ સે જલ ક્યારે મળશે ?
મહીસાગર જિલ્લામાં નલ સે જલ માં ભલે પાણી ન આવ્યું પરંતુ રેલો તો આવ્યો જ…..
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી,મહીસાગર..


