મહીસાગર જિલ્લાના મસમોટા 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા
12 મુખ્ય આરોપી પૈકી ત્રીજાની ધરપકડ કરવામાં આવી અગાઉ બે કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે
લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મેકેનિકલ ને ઝડપી પાડવામાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમારને સાઠંબા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.
રાત્રે લુણાવાડા કોર્ટમાં રજૂ કરી સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી અલ્પેશ જયંતિસિંહ પરમાર દ્વારા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતું કોર્ટે તે ફગાવી દીધી હતી
22 જૂને હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધાવી હતી
સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે અત્યારસુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારી પૈકી 3 કર્મચારી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા ઇજારેદારો પૈકી 4 ઈજારદાર એમ મળી કુલ 7 કૌભાંડીઓને ઝડપી પાડ્યા છે
સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી હચમચી ગયેલા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે.
રિપોર્ટર :સંદીપ દેવાશ્રયી ,મહીસાગર.


