પોરબંદર : રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત ક્રિકેટ મેચમાં પત્રકારો અને કલેક્ટર કચેરીની ટિમો વચ્ચે ખેલ દિલી પૂર્વક યોજાયેલ રોમાંચક ભર્યો મેચનો સૌમાં અનેરો ઉત્સાહ

0
148
meetarticle

રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અનુલક્ષીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ યોજાયો હતો. આ ક્રિકેટ મેચમાં ૮ ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં ડોક્ટર, જિલ્લા પંચાયત કચેરી, પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેકટર ઓફિસ, પત્રકારોની ટીમ, ફોરેસ્ટર ઓફિસ, મહાનગરપાલિકા, એડવોકેટ, ધારાસભ્યની ટીમ, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ તથા એનજીઓ તેમજ શિક્ષણ વિભાગ સહિતની ટીમો એ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે પત્રકારોની ટીમના કેપ્ટન વિપુલભાઈ ઠકરાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પત્રકાર મિત્રો અને કલેક્ટર કચેરી વચ્ચે ખેલ દિલી પૂર્વક યોજાયેલ મેચનો સૌમાં અનેરો ઉત્સાહ હતો. સરકાર દ્વારા સમયાંતરે આવી રમતોનું આયોજન કરવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા જણાવ્યું હતું. અને આજે પત્રકારો તથા કલેક્ટર ઓફિસ વચ્ચે ક્રિકેટ મેચ યોજી વધુ સંખ્યામાં લોકોને આવી રમતોમાં જોડાવા સંદેશો પાઠવ્યો હતો. આ તકે જિલ્લા કલેકટર શ્રી એસ.ડી ધાનાણી, પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. બી. ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર શ્રી હસમુખભાઈ પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર શ્રી જે.બી. વદર, પ્રાંત અધિકારી શ્રી સંદીપ જાદવ સહિત મોટી સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા.

રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here