પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે આમ આદમી પાર્ટીની સદસ્યતા અભિયાન અંતર્ગત જનજોડો સભા આજરોજ તા. ૩૦/૦૮ ૨૦૨૫ ને શનિવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે યોજાઈ હતી.
આ સભામાં સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા, જીલ્લા આપ પ્રમુખ પરબતભાઇ બાપોદરા અને પોરબંદર વિધાનસભાના પ્રભારી ભાર્ગવ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
સભામાં બહોળી જનમેદની વચ્ચે વીસ લોકોએ સદસ્યતા પ્રાપ્ત કરી હતી, કાર્યક્રમની શરૂઆત કરતાં ભાર્ગવ જોશીએ જણાવ્યું હતું કે લોકોએ ખાસ કરીને ગ્રામીણ લોકોએ રાજકીય પક્ષોમાં સ્પર્ધા કરાવવી જોઈએ, ઘણીવાર ઉમેદવાર બદલાતા હોય પણ પાર્ટી એ ની એ જ રહે તો બદલાવ કર્યો હોવાં છતાં બદલાવ થતો નથી ત્યારે પાર્ટી પાર્ટી અને ઉમેદવાર ઉમેદવાર વચ્ચે સ્પર્ધા કરવા માટે દરેક રાજકીય પક્ષોની સભામાં વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહેવું જોઈએ તોજ રાજકીય પક્ષો દોડતા થાય.
સૌરાષ્ટ્ર ઝોન ના પ્રમુખ અને પાર્ટીનો મોટો ચહેરો ગણાતા રાજુભાઈ બોરખતરીયા ની ઓળખ શ્રી રામને જેમ વનમાં લક્ષ્મણ સાથે હતાં એમ પાર્ટીના દરેક ઉમેદવારના લક્ષ્મણ બનીને પાર્ટીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં મજબૂત કરતાં રાજુભાઈએ સભાને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી આમ આદમી માટે છે અને આમ આદમીની સુવિધાઓ માટે તેઓ કટીબદ્ધ છે ત્યારે આવનારી ચૂંટણીઓમાં પરિવર્તનનો પવન ફૂંકવા સૌને અપીલ કરી હતી.
સભાને સફળ બનાવવા કુતિયાણા વિધાનસભા ના પ્રભારી મેરૂભાઇ ઓડેદરા ની રાહબરી હેઠળ રમેશભાઈ દેગામા, વાલજીભાઇ રાઠોડ, રાકેશભાઈ અઘેરાં, હિતેષભાઇ ઝાલાવડીયા, અરભમભાઈ સોલંકી, જીવાભાઈ કોડિયાતર, કારાભાઇ મકવાણા અને ભાવેશભાઈ દવે એ જહેમત ઉઠાવી હતી.
અત્રે યાદી એ પણ આપેલ કે આગાઉ પણ ખાગેશ્રી ગામે ગત.તા.૨૭/૦૭ ના રોજ ખાગેશ્રી મુકામે ઠાકોર સેના ના જીલ્લા પ્રમુખશ્રી રમેશભાઈ દેગામા ની રાહબરી હેઠળ ખાગેશ્રી ગામે ભરવાડ સમાજ, કોળી ઠાકોર સમાજ, પટેલ સમાજ, મહેર સમાજ, બ્રાહ્મણ સમાજ, બાવાજી સમાજ, વાલ્મિકી સમાજ, દલિત સમાજ, રબારી સમાજ, વાણંદ સમાજ, ડફેર સમાજ અને દેવીપૂજક સમાજના એકત્ર અગ્રણીઓની ઉપસ્થિતિમાં જામજોધપુર ના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, કુતિયાણા વિધાનસભાના પ્રભારી મેરૂભાઇ ઓડેદરા, પોરબંદર વિધાનસભાના પ્રભારી ભાર્ગવભાઈ જોષી, જીલ્લા અગ્રણી શામળા ભાઈ ઓડેદરા, પોરબંદર શહેર પ્રમુખ ચેતનભાઈ સવજાણી તેમજ પંજાબથી પધારેલા સેન્ટ્રલ ટીમના સદસ્ય નિર્મળસિંહ ગુરુચરણસીંહ નાથ ભટિંડા અને તાલુકા ઠાકોર સેના પ્રમુખ ભરતભાઈ આદિસરા રાણાવાવ ઉપસ્થિતિ માં પ્રથમ સભા યોજાઈ હતી. જેમાં ત્રણસો જેટલાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેને હેમતભાઈ ખવા, મેરૂભાઇ ઓડેદરા, ભાર્ગવભાઈ જોષી, શામળા ભાઈ ઓડેદરા અને ચેતનભાઈ સવજાણીએ આવકાર્યા હતા. તેવી અખબારી યાદીમાં મેરૂભાઇ ઓડેદરાપ્રભારી કુતિયાણા વિધાનસભાઆમ આદમી પાર્ટીએ જણાવેલ છે
રિપોર્ટર : – વિરમભાઈ કે.આગઠ


