GANDHINAGAR : માત્ર ૪૦ ટકા મતદાર યાદીની ચકાસણીમાંથી ૧૨ ટકા મતદારો બોગસ હતા. આટલી મોટી ‘વોટ ચોરી’ પકડાઈ હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.

0
144
meetarticle

ભાજપની વોટ ચોરી બાબતે ભાંડો ફોડતા કોંગી આગેવાનોએ ૮ તારીખે ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.

વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બર ૨૦૨૭ સુધી એક એક ઘર અને બુથ સુધી કોંગ્રેસ પક્ષ ઘરે ઘરે જઈ વોટર વેરિફિકેશન કરી વોટ ચોરને ખુલ્લા પાડશે. અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વોટચોરી પકડવામાં કોંગ્રેસ પક્ષ ‘વોટર અધિકાર યાત્રા’નું આહવાન કરી દીધું છે.

દેશના નાગરિકોના કિંમતી વોટના હક્ક અને અધિકારના રક્ષણ માટે વોટ ચોરી સામેની લડાઈ આરપારની થઈ જાય તેવા એંધાણ વર્તાય છે. વોટર અધિકાર જનસભા’ને સંબોધન કરતા રાજ્યસભા સાંસદ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાસચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સંગઠન પ્રભારીશ મુકુલ વાસનિકએ જણાવ્યું હતું કે જનનાયક, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’નું કૌભાડ સમગ્ર દેશના લોકો સમક્ષ ઉઘાડું પાડ્યું છે. દેશમાં લોકશાહી પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. પહેલા ચૂંટણીપંચ વિપક્ષ સવાલનો જવાબ પણ આપતું હતું. હાલમાં ચૂંટણીપંચ વિપક્ષનો જવાબ આપવાને બદલે રાહુલ ગાંધીને ચેતવણી આપે છે કે ૭ દિવસમાં માફી માંગે નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં જે રીતે વોટચોરી થઈ રહી છે તેને જોતા નૈતિકતાના ધોરણે વડાપ્રધાનને સત્તા પર રહેવાનો અધિકાર નથી. વિધાનસભા ચૂંટણી હોય છે લોકસભાની ચૂંટણીમાં ભાજપે વોટચોરી કરી છે. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસની લહેર જોવા મળે છે પણ પરિણામ ભાજપની સરકાર તરફ જોવા મળે છે. શું આ વોટ ચોરીના પરિણામ નથી? બાબા સાહેબ આંબેડકરે બંધારણ થકી આપણેને અધિકાર આપ્યા હતા. ભાજપે વોટચોરી કરી લોકોના હક્ક અને અધિકાર છીનવી લીધો છે. હવે લોકશાહી બચાવવા માટે જાગૃત નાગરિકોએ રોડ પર ઉતરવું પડશે.
રાહુલ ગાંધીના સંદેશ લઈને દેશના દરેક ગામડામાં જવાનું કામ કોંગ્રેસ પક્ષનો કાર્યકર કરશે.


ભાજપ ન્યાયપાલિકા પર પણ પોતાનો હક જમાવવામાં પૂરો પ્રયત્ન કરી રહી છે. ચૂંટણીના દિવસોમાં પણ અઢળક પૈસાથી મત ખરીદવામાં આવી રહ્યાં છે. ભાજપ સરકારી સંસ્થાનો દુરુપયોગ કરી લોકોના હક્ક અને અધિકાર પર તરાપ મારી રહી છે. ઇતિહાસમાં જ્યારે આ પ્રકરણ લખવામાં આવશે ત્યારે લોકતંત્ર પર આંતક ફેલાવાનું પ્રકરણ હશે.

 

સમગ્ર દેશમાં “વોટચોરી”ના ષડયંત્ર સામે જનતા રસ્તા ઉપર ઊતરી આવી છે.
ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા તમામ જીલ્લા આયોજિત મશાલ રેલી અને ધરણા કાર્યક્રમમાં પણ લોકો આક્રોશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

“વોટ ચોર, ગદ્દી છોડ”ના નારા સાથે યોજાયેલ “વોટર અધિકાર જનસભા”ને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશમાં હવે પરિવર્તન પવન ફૂંકાઈ રહ્યો છે. લોકસભા વિપક્ષ નેતા જનનાયક રાહુલ ગાંધીએ કર્ણાટકમાં વોટ ચોરી પકડી હતી. ગુજરાતમાં ચુટંણી પ્રચાર માટે જઇએ ત્યારે પરિણામ આપણી તરફે દેખાય પરંતુ પરિણામ તદ્દન વિપરીત હોય. વોટ ચોરી પહેલા શંકા હતી ચૂંટણીમાં કાંઈક ખોટું થઈ રહ્યું છે. પરંતુ હવે એ વાત સામે આવી છે કે ભાજપ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી. ગુજરાતમાં પણ વોટ ચોરી અંગે ચકાસણી કરતા નવસારી લોકસભામાં ૩૦ હજાર વધુ બોગસ, નકલી, વોટ ચોરી પકડાઈ હવે આ વોટ ચોરને પકડવાની શરૂઆત થઈ ગઈ છે. જુદી જુદી પાંચ પધ્ધતિ વોટ ચોરી કરવામાં આવી છે.
જનસભામાં’ પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, ભરત સોલંકી, લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, એ.આઈ.સી.સી મંત્રીશ્રી ઉષાબેન નાયડુ, શ્રી ભૂપેન્દ્ર મારવા, સુભાષિની યાદવ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશશૈલેષ પરમાર, પૂર્વ રાજ્યસભા સાંસદ ડૉ.એમિબેન યાજ્ઞિક, કાર્યકારી અધ્યક્ષ ડૉ.ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, જીગ્નેશ મેવાણી, હિંમતસિંહ પટેલ, ઋત્વિજ મકવાણા, અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, ચૂંટાયેલા કોર્પોરેર્ટર, સેલ-ડિપાર્ટમેન્ટના વડા, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી કાર્યકરમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here