VADODARA : નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા પાંચ ગેટ બંધ કરી દેવાયા

0
90
meetarticle

ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પાણીની આવકમાં ધરખમ વધારો થતા નર્મદા ડેમમાં જળસપાટી બે દિવસ સુધી વધતી રહ્યા બાદ પાણીનો આવરો ઘટતા ડેમમાં પાણીનું લેવલ પણ ઘટી રહ્યું છે. ડેમના ૧૫ ગેટ ખોલ્યા હતા, તેમાંથી પાંચ બંધ કરી દેવાયા છે.

હાલ ૧૦ ગેટમાંથી પાણીની જાવક થઇ રહી છે. નદીમાં ૧૪૪૮૯૪ ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. જ્યારે કેનાલમાં પાણીની જાવક ૨૩૦૬૫ ક્યુસેક છે. હાલ ડેમની સપાટી ૧૩૫.૭૮ મીટર છે. ડેમનું મહત્તમ લેવલ ૧૩૮.૬૮ મીટર છે. હાલ ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૮૫૫૨.૮૦ એમસીએમ છે. પાણીનો કુલ સંગ્રહ ૯૦.૪૧ ટકા છે.  ડેમમાં હાલ પાણીની આવક ૧૬૭૫૮૭ ક્યુસેક છે. ૧૫ ગેટ ખોલ્યા ત્યારે ૪ લાખથી વધધુ ક્યુસેક પાણી જઇ રહ્યું હતું. ગઇકાલે આવક ૨.૪૬ લાખ ક્યુસેક હતી, જેમાં હવે ઘટાડો શરૃ થયો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here