VADODARA : ડભોઈમાં જમણી સૂંઢના ગણપતિના આવેલ બે મંદિરોમાં દર્શન માટે ઉમટતાં ભક્તો

0
105
meetarticle

ભોઈ ખાતે જમણી સૂંઢના ગણપતિજીના બે પૌરાણિક મંદિરો આવેલા છે. હાલ ગણેશોત્સવ ચાલી રહેલ હોવાથી દર્શનાર્થે ભક્તજનો 4 સવાર સાંજ ઉમટી પડતાં મેળો જેવું દ્રશ્ય સર્જાય છે. ડભોઈ વડોદરી ભાગોળ રોડ પર આવેલ મહાલક્ષ્મી માતાજી મંદિરમાં સોળમાં સૈકાના રાજપુત યુગ ના સોલંકી વંશના રાજવી દ્વારા દર્ભાવતી નગર ની સ્થાપના કરાઈ તે સમય થી નગર માં સુખ, શાંતિ, સંપતિ પ્રાપ્ત કરવા અતિ ચમત્કારી અને દાર્શનિક જમણી સૂંઢ ના ગણપતિજી નું મંદિર બનાવવા માં આવ્યું હતું. – વડોદરા ના ગાયકવાડ સરકાર રાજવી પરિવાર દ્વારા સુખ, સંપતિ નગરજનો ને પ્રાપ્ત થાય તે હેતુ લાલબજાર પાસે મોતી બાગ જવાના ના થી માર્ગ પર આવેલ મંદિરમાં સફેદ આરસ ના જમણી સૂંઢ ના ગણપ તિજી ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.આ બંનેવ રાજવીઓ દ્વારા ડભોઈ ના રહીશો ની સુખ, શાંતિ, સંપતિ માટે બનાવેલી ગણપતિજી જમણી સૂંઢ ની મૂર્તિઓ વર્ષો જૂની છે.

હાલ માં ચાલતા ગણેશોત્સવ માં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. સોળમાં સૈકામાં રાજપુત વંશ ના વિશાળ દેવ સોલંકી દ્વારા તત્કાલીન દર્ભાવતી નગર અને હાલ માં ડભોઈ ના નામે પ્રચલિત નગર ની મધ્યમા વડોદરી ભાગોળ રોડ કંસારા બજાર ના નાકા ઉપર શ્રી મહાલક્ષ્મી માતાજી નું ભવ્ય મંદિર આવેલ છે. આ મંદિર માં ડાબી બાજુમાં પીળા પત્થરોથી બનાવેલ જમણી સૂંઢના શ્રી ગણપતિજી ની વિશાળ મૂર્તિ પ્રસ્થાપિત ધાર્મિક વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં જેતે સમયે આવી હતી. તે છસો વર્ષો જૂના આ ગણપતિ મંદિર આજે પણ છે જે સોલંકી રાજપૂત વંશ ની શાખ પુરે છે. જ્યારે મોતીબાગ જવાના માર્ગ પર આવેલ જમણી સૂંઢના ગણપતિજીનું મંદિર જે અઢીસો વર્ષે પૂર્વે વડોદરા ના ગાયકવાડ શાસનમાં ડભોઈ માં વસતા મહારાષ્ટ્રીયન પરિવારજનો તેમજ નગરજનો ને સુખ સંપતિ પ્રાપ્ત કરવા આરસ ના તે સમયે ગણપ તિજી બનાવી ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ થી પધરાયા હતા કહેવાય છે કે ડભોઈ માં શ્રી ગણપતિ ઉત્સવ નો પ્રારંભ પણ દક્ષિણી ફળિયામાંથી જ થયો હતો.


ગુજરાતભર માં જમણી સૂંઢ ના ગણપતિ જે વેદો અને પૌરાણિક ૫ ધ્ધતિ થી સ્થાપિત કરાતા હોય છે તેમની પાઠ – પૂજા અને અર્ચના પણ નિયમિત થવી જ જોઈએ.આવા મંદિરો બહુજ ઓછા જોવા મળે છે. ડભોઈ માં આવેલ આ બંનેવ જમણી સૂંઢ ના ગણપતિ ના મંદિરો એ હાલ માં ચાલતા ગણેશોત્સવ માં ભક્તો ની ભારે ભીડ જામે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. મોતીબાગ જવાના માર્ગપર આવેલ જમણી સૂંઢ ના ગણપતિજી ના મંદિરે અંગારકી સંકષ્ટ ચતુર્થી આવે ત્યારે તો હજારો ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડતાં

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here