મહેસાણાના કડી તાલુકાના થોળમાં પાંજરાપોળમાં 20થી વધુ ગાયોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. આ ગાયોના મોત પાછળ પાંજરાપોળમાં પાણી અને ઘાસચારાની અવ્યવસ્થા હોવાનો આક્ષેપ કરાયો છે. ગાયોને કાદવ કિચડમાં રખાતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ગાયોના મોત થયા બાજ પોલીસ અને વહિવટી તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. ગૌરક્ષકો દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.
છેલ્લા 4-5 દિવસમાં ગાય બીમાર હતી અને મોત થયા
આ અંગે મહેસાણા મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર એ.બી. મંડોરીએ કહ્યું હતું કે, 18 ગાયોનું પીએમ કરવામાં આવી રહ્યું છે.વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.પાંજરાપોળમાં આવતી ગાયને ઘાસચારો અપાતો હોય છે.રખડતા પશુ પ્લાસ્ટિક, એઠવાડ ખાય છે.ગાયનું ફૂડ ચેન્જ થવાથી ડાયજેસ્ટ સિસ્ટમ બદલાઈ જાય છે.છેલ્લા 4-5 દિવસમાં ગાય બીમાર હતી અને મોત થયા છે.રાત્રે પાંજરાપોળથી ગાય બીજી જગ્યાએ શિફ્ટ કરાઈ છે.પાંજરાપોળમાં કાદવ કીચડની સ્થિતિ હતી.ઢોર પકડ એજન્સીની બેદરકારી હશે તો કાર્યવાહી કરીશું.
પાંજરાપોળમાં ગાયો કાદવ કીચડમાં રહેવા મજબૂર બની
પાંજરાપોળમાંથી અન્ય 300 થી વધુ ગાયોને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગૌરક્ષકો અને સ્થાનિકોની માગ કરવામાં આવી છે. પાંજરાપોળમાં ગાયો કાદવ કીચડમાં રહેવા મજબૂર બની છે. પાંજરાપોળમાં 20 થી વધુ ગાયોના મોત થતા ગૌરક્ષકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગાયોના મોતમાં જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટે માગ કરી છે.


