ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ – બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે -નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મહેશભાઈ રઘુભાઇ રાઠવા રહે.કનાસ નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓ એક ડેટસન કંપનીની ગો પ્લસ ગાડી નંબર GJ-02-DJ-3057 માં ભારતીય બનાવટનો ઇગ્લીસ દારુ ભરી ઝેર પાટીયા, જલોદા,નાની દુમાલી થઇને વડોદરા બાજુ જનાર છે તેવી બાતમી હકીકત આધારે મોજે ગુંગાવાડા ગામના પાટીયા પાસે વોચ નાકાબંધીમાં હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી ગાડી આવતા ગાડીના ચાલકને ગાડી ઉભી રાખવા માટે ઇશારો કરતા ચાલક ગાડી ઉભી રાખેલ નહી અને ઝડપથી હંકારી ભાગવા લાગેલ અને થોડે આગળ જાઇ રોડની સાઇડમાં પોતાના કબ્જાની ડેટસન ગો પ્લસ ગાડી મુકી ભાગી ગયેલ હોય જે ગાડીમાં તપાસ કરતા ડિક્કીમાં તેમજ વચ્ચેની સીટના ભાગે ખાખી કરલના પુઠાના બોક્ષમાં તથા છુટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ પતરાના ટીન બિયરની કુલ બોટલો નંગ-૯૧૦ ની કુલ + કિ.રૂ.૨,૬૨,૪૧૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ ડેટસન ગો પ્લસ ગાડી નંબર-GJ-02-DJ-3057 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કુલ કિ.રૂ.૭,૬૨,૪૧૦/- નો પ્રોહી મુદામાલ કબ્જે કરેલ હોય જેથી પ્રોહીનો કેસ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર : સોહેલ પઠાણ છોટાઉદેપુર


