BUSINESS : ડેઈલી માર્કેટ રિપોર્ટ : એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદા ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યાઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.61ની તેજી

0
55
meetarticle

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.102346.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25993.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76350.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24546 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1208.96 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22973.58 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.104044ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.105937ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.104044ના સ્તરને સ્પર્શી, રૂ.103824ના આગલા બંધ સામે રૂ.1009ના ઉછાળા સાથે રૂ.104833 થયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.886 ઉછળી રૂ.84120ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.120 વધી રૂ.10532ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો રૂ.84,365 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો રૂ.10,580ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.736 વધી રૂ.103900ના ભાવે બોલાયો હતો. આ વાયદો ઉપરમાં રૂ.104948ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.104500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.105377ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી અને નીચામાં રૂ.104201ના મથાળે અથડાઈ, રૂ.103830ના આગલા બંધ સામે રૂ.1053ની તેજી સાથે રૂ.104883ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.120844ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.123357ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.120844ના સ્તરને સ્પર્શી, રૂ.120371ના આગલા બંધ સામે રૂ.2002ના ઉછાળા સાથે રૂ.122373ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.2552 વધી રૂ.124176 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.2574 વધી રૂ.124180 થયો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો ઉપરમાં રૂ.124787 અને ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો ઉપરમાં રૂ.124800ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2030.92 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4250ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4320 અને નીચામાં રૂ.3987ના સ્તરને સ્પર્શી, રૂ.304 ઘટી રૂ.4016ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5641ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5720 અને નીચામાં રૂ.5630ના મથાળે અથડાઈ, રૂ.5654ના આગલા બંધ સામે રૂ.61 વધી રૂ.5715 થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.57 વધી રૂ.5713 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.4 વધી રૂ.268.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.4.4 વધી રૂ.268.3 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.972ના ભાવે ખૂલી, રૂ.2.5 વધી રૂ.960.7 થયો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2402ના ભાવે ખૂલી, રૂ.6 વધી રૂ.2431 થયો હતો.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20173 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 48395 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 18062 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 188274 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 16139 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22666 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37538 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 148768 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 762 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14452 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 33186 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24451 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 24699 પોઇન્ટના સ્તર અને નીચામાં 24451 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 253 પોઇન્ટ વધી 24546 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.29.1 વધી રૂ.162.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.45 વધી રૂ.13.1ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.376.5 વધી રૂ.869ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1130.5 વધી રૂ.3139 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.29.45 વધી રૂ.163.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.65 વધી રૂ.13.25 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.545 વધી રૂ.1544.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1112 વધી રૂ.3072ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.27.5 ઘટી રૂ.101.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.45 ઘટી રૂ.15.15 થયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.102000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.143.5 ઘટી રૂ.599.5 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.687 ઘટી રૂ.1581.5ના ભાવે બોલાયો હતો. મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.25.3 ઘટી રૂ.103.35 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.35 ઘટી રૂ.15.2ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.104000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.337 ઘટી રૂ.1333ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.225.5 ઘટી રૂ.591 થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here