અંકલેશ્વર: તાલુકા પોલીસની સફળતા, પ્રોહીબિશનના કેસમાં નાસી છૂટેલો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.

0
53
meetarticle

અંકલેશ્વર તાલુકા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. પોલીસે આરોપીને તેના જ ગામમાંથી દબોચી લીધો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની શરૂઆત 29મી જુલાઈએ થઈ હતી.

અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની સિલ્વર સિટી-3 સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, પોલીસે શાંતિદેવી દિલીપ મંડલ નામની મહિલાને વિદેશી દારૂની 35 બોટલ અને એક ફોન સાથે ઝડપી પાડી હતી. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત 25,000 થી વધુ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ વિદેશી દારૂ શાંતિદેવીને સેંગપુર ગામના કુવાડી ફળિયામાં રહેતા જતીન વસાવા નામના બુટલેગરે પૂરો પાડ્યો હતો. ત્યારબાદ, પોલીસે જતીન વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આજરોજ અંકલેશ્વર તાલુકા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે વોન્ટેડ બુટલેગર જતીન વસાવા પોતાના ગામમાં જ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેના ગામમાંથી જ તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી અંકલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

રિપોર્ટર :સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here