વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કથિત અપમાનજનક નિવેદનના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપે ગતરોજ શહેરના પાંચબત્તી વિસ્તારમાં ઉગ્ર પ્રદર્શન યોજ્યું હતું.
આ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક માફીની માંગ કરી હતી.
ભાજપના કાર્યકરોએ ‘રાહુલ ગાંધી માફી માંગો’ અને ‘રાહુલ ગાંધી હાય હાય’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.


