આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તંત્ર દ્વારા પદયાત્રીઓને વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. અંબાજી મેળામાં પ્રથમ દિવસથી જ બહોળી સંખ્યામાં પદયાત્રીઓ માઁ અંબેના ધામમાં પહોંચ્યા છે.
અંબાજી મહા મેળામાં ચાલુ વર્ષે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેના નેતૃત્વ હેઠળ કુલ ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. ટ્રેક્ટર થકી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
અંબાજી તથા આજુબાજુના રસ્તાઓ પર ચમકતી સ્વચ્છતા જોવા મળી રહી છે.
પ્રતિનિધિ : દિપક પુરબીયા



