શ્રાવણ મહિનો પૂરો થઈ ગયા બાદ પણ જુગારીયાઓ એક્ટિવ નજરે પડયા છે. બાવળા તાલુકાના ગાંગડ ગામમાં બગોદરા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૫ શખ્સની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી માત્ર રોકડ રૃ.૬૨ હજાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગાંગડ ગામમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે બગોદરા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં (૧) હરદેવસિંહ અજીતસિંહ વાઘેલા (૨) રામદેવસિંહ દિલીપસિંહ વાઘેલા (૩) લીપભાઈ હરીભાઈ ચૌહાણ (૪) મેહુલભાઈ વિઠ્ઠલભાઈ જાદવ (૫) દિવ્યરાજસિંહ ભગવતસિંહ વાઘેલા (પાંચેય રહે. ગાંગડ ગામ, તા. બાવળા) (૬) હરિકૃષ્ણભાઈ ભઈલાલભાઈ ચૌહાણ (૭) ફલજીભાઈ નટવરભાઈ ચૌહાણ (૮) લાલજીભાઈ ગોવિંદભાઈ ગોહેલ (ત્રણેયરહે. અસામલી ગામ, તા. માતર) (૯)ચંદુભાઈ દેવાભાઈ પગી (રહે. પાલ્લા ગામ, તા. માતર) (૧૦) જયમીનભાઈ ગિરીશભાઈ ઠાકર (૧૧) મહેશભાઈ ભીખાભાઈ ચૌહાણ (બંને રહે. આંબારેલી ગામ, તા. ધોળકા) (૧૨) છનાભાઈ રમણભાઈ બેલદાર (૧૩) રેવાભાઈ શાર્દુળભાઈ પરમાર (બંને રહે. સીમેજ ગામ, બળિયાપરૃ, તા. ધોળકા) (૧૪) આનંદભાઈ ધરમશીભાઈ પટેલ (૧૫) ધમાભાઈ રૃપાભાઈ પટેલ (બંને રહે. વાલથેરા ગામ, તા. ધોળકા) જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ફક્ત રોકડ રૃ.૬૨,૨૯૦ જપ્ત કર્યા છે.


